Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

તળાજાના યુવાને જન્મ દિવસે પાણીનું પરબ ખોલી રાહદારીઓનો કોઠો ટાઢો કર્યો

તળાજા તા ૨ : કેટલાક લોકો પોતાના જન્મ દિવસે હજારો-લાખો રૂપિયા પાણીની જેમ પરિવાર કે મિત્રો સાથે ઉજવણી કરી ખરચી નાખે છે ત્યાર ેતળાજાના આર્થિક રીતે એકદમ સામાન્ય અને કિશોર વયથી જ અથાક મહેનત કરી જીવન ગુજરાન ચલાવતા પંકજ રાઠોડ નામના યુવાને તેમના આજે ૩૨ માં જન્મ દિવસે લોકોને પ્રેરણા આપતું ઉદાહરણ પુરૂ પાડયું હતુ

આ યુવાને આજે પોતાના જન્મ દિવસે શહેરના જાહેર માર્ગપર અસહય ગરમી વચ્ચે પાણીનું પરબ  ખોલ્યું હતું રાહદારીઓની તરસ છીપાવી હતી. આ યુવાને ઝુપડપટીંઓના ગરીબ બાળકોને પણ અન્નદાન કર્યુ હતું. જન્મદિવસે પાણીનું પરબ ખોલી જાતે લોકોની તરસ છીપાવવાનો પ્રયાસ શહેરમાં પ્રથમ વખત અને લોકોને પ્રેરણા આપતો બની રહ્યો હતો.

(11:37 am IST)