Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ભાવનગરના ૩૮૭ વિદ્યાર્થીઓનું પરિણામ અનામત

રાજયમાં કુલ ૧૩૩ર ગેરરિતીવાળા કેસમાં બીજા ક્રમે પોરબંદરઃ બોટાદમાં પણ ર૮ રીઝર્લ્ટ અનામતઃ કેમેરામા કેદ થયાઃચોરી કરતા'તા

ભાવનગર તા.ર : ભાવનગર જિલ્લાનું ધો.૧રનું સામાન્ય પ્રવાહનું પરિણામ પપ.૬૯ ટકા જાહેર થયું છ.ે ભાવનગર જિલ્લામાં કુલ ર૦,૬૧૯ વિદ્યાર્થીઓ નોંધાયેલ પરીક્ષાર્થીઓ પૈકીના ર૦,ર૦૧ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તે પૈકીના ૯૩૭૦ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થતા ભાવનગર જિલ્લાનું પરિણામ પપ.૬૯ ટકા જાહેર થયું છ.ે જેમાં સમગ્ર જિલ્લામાં રર વિદ્યાર્થીઓનેએ-૧ ગ્રેડ, ૪૮પ વિદ્યાર્થીઓને -ર ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

જયારે બોટાદ જિલ્લાનું ધો.૧ર સાયન્સ પ્રવાહનું પરિણામ પર.પપ ટકા પરિણામ જાહેર થયું છે. બોટાદ જિલ્લામાં કુલ નોંધાયેલા પ૮૪૬ પરીક્ષાર્થીઓ પૈકીના પ૭૭૪ વિદ્યાર્થીઓએ પરીક્ષાઓએ પરીક્ષા આપી હતી. જેમાં ર૮૧ર વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા હતા. કુલપર.પપ ટકા પરિણામ જાહેર થયું હતું.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ર૦૧૮ ની લેવાયેલી પરીક્ષામાં સીસીટીવી કેમેરા અધિકારી દ્વારા નિર્ધારીત કરેલ ગેરરીતી કેસોની જિલ્લાવાર યાદી પ્રસિધ્ધ થઇ છે. જેમાં આજે આવા વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં ૧૩૩ર વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યા છે. જેમાં સમગ્ર રાજયમાં ભાવનગરનું સ્થાન મોખરે રહ્યું છે. ભાવનગર કેન્દ્રમાં બોર્ડની સ્કવોર્ડ દ્વારા ઝડપાયેલા ૯ વિદ્યાર્થીઓ તથા સીસીટીવી કુટેજના આધારે ઝડપાયેલા ૩૭૮ વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૮૭ વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યા છ.ે ગેરરીતીવાળા કેસમાં બીજા ક્રમે પોરબંદરના ૧૭પ વિદ્યાર્થીઓના પરીણામ રિઝર્વ રાખવામાં આવ્યા છે. જયારે બોટાદ જિલ્લામાં સીસીટીવી કુટેજના આધારે ર૮ વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ (અનામત) રખાયા છ.ે

પ૪ પોલીસ, હેડ કોન્સ્ટેબલ બન્યા

ભાવનગર શહેર-જિલ્લાના પ૪ પોલીસ કોન્સ્ટેબલોને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી મળી છે અને આ તમામનો ૧૯ હજાર પગાર હવે વધશે અને આગામી દિવસોમાં આ તમામને વિવિધ સ્થળો પર બદલીઓ કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા મુજબ આ તમામ પોલીસ કોન્સ્ટેબલો પર અભિનંદનની વર્ષા વરસી રહી છે.(૬.૯)

(10:01 am IST)