Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

પરિણામ લેવા ગયેલ ભાવનગરનો ધો.૧રનો વિદ્યાર્થી ધ્રુવ શ્રીમાળી લાપતા

ભાવનગર, તા. ર : ભાવનગરમાં ધો.૧ર કોમર્સનું પરિણામ લેવા આવેલ સિહોરનો વિદ્યાર્થી ગૂમ થઇ જતાં પરિવારજનોએ ચિંતાભરી શોધખોળ શરૂ કરી છે.

મળતી વિગતો મુજબ સિહોરની અલ્કાપુરી સોસાયટીમાં રહેતા અને ભાવનગરની સરદાર પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધ્રુવ શ્રીમાળી નામનો વિદ્યાર્થી ધો.૧ર કોમર્સનું પરિણામ લેવા ભાવનગર આવ્યો હતો.

જે હજુ સુધી પરત નહિ ફરતા અને લાપતા બની જતા તેના પરિવારજનોએ ે ચિંતાભરી શોધખોળ હાથ ધરી છે. ગૂમ થનાર વિદ્યાર્થીની માતા દક્ષાબેન શ્રીમાળી વળાવડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. (૮.પ)

(10:00 am IST)