Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગોંડલ બસ સ્ટેન્ડ ચોકમાં ટ્રાફિક પોલીસની સતર્કતાથી મોબાઇલ ચોર ઝડપાયો

ગોંડલ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં અવારનવાર નાની-મોટી ચોરીના બનાવ બનતા હોય  છે ત્યારે  રેલવે સ્ટેશન પાસે આવેલ સહજાનંદ નગરમાં રહેતા મણીભાઈ નાયર બસમાં ચડી રહ્યા હતા ત્યારે એક શકશે તેમનો મોબાઈલ સેરવી લેતા બુમાબૂમ થઇ જવા પામી હતી,
 
ઘટનાસ્થળે ટ્રાફિક પોલીસના રાજદીપસિંહ વાઘેલા તેમજ ટીઆરબી હિમાંશુ ભટ્ટ સહિતનો સતર્કતા દાખવી આરોપીને પકડી લઇ તલાસી લેતા મોબાઈલ મળી આવ્યો હતો અને આરોપીને પોલીસ મથક હવાલે કરી મૂળમાલિકને મોબાઈલ પરત કર્યો હતો.

--- 

(12:52 am IST)