Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

દ્વારકામાં ૨ કિશોરીઓને ભગાડી જનાર યુવાને હરદ્વારમાં ત્રીજા માળેથી કુદી આપઘાત

ખંભાળીયા તા ૨ :  દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દ્વારકા ખાતે ચકચાર ભગાડનાર બનાવમાં બે કિશોરીઓના અપહરણમા છોકરીઓને ભગાડનાર ત્રીજા માળેથી કુદીને હરદ્વારમાંં આપઘાત કરતા સમગ્ર જીલ્લામાં ચકચાર જાગી છે.

દ્વારકામાં બે સગીરાઓને દ્વારકામાં રહેતો દીલફેક યુવાન મુળુભા બુધાભા માણેક નામનો યુવાન આ બન્નેનું અપહરણ કરીને હરદ્વાર લઇ ગયો હતો.

 એસ.પી. રોહન આનંદ તથા એ.એસ.પી. પ્રશાંતકુમાર શુકલએ આ અંગે તપાસ હાથ ધરીને મોબાઇલ પરથી ટ્રેકીંગ કરીને આ યુવાનની ભાળ મેળવીને પોલીસની ટીમને હરદ્વાર મોકલી હતી. આ પોલીસની ટીમ સાથે સગીરાના પીતા પણ હતા, જેથી પોલીસ આવતા વાઘેર યુવાન ,ડઘાઇ ગયો હતો, તથા બન્ને કિશોરીઓનો તેમના કુટુંબીજનોએ કબજો લીધો હતો, તે પછી હોટલના ત્રીજા માળે રૂમમાંથી જમવા જતા પોલીસની નજર ચુકવીને આ યુવાને ત્રીજા માળેથી ઠેકડો મારતા તે મૃત્યુ પામ્યો હતો. બાદમાં મૃતકની લાશને દ્વારકા પહોંચાડાઇ હતી. મૃતક પુત્રની લાશ સંભાળવાનો તેના કુટુંબીજનોએ ઇન્કાર કરતા પોલીસે લાશને કોલ્ડ રૂમમાં મુકીને આગળ કાર્યવાહી કરી છે તેમ એ.એસ.પી. પ્રશાંત કુમારે જણાવેલ છે.

(3:47 pm IST)