Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

સુરેન્દ્રનગર જિલ્લાની સિવિલ હોસ્પિટલ માંદગીના બિછાને

૧૫૦ બેડની ક્ષમતા હોવા છતા કલાસ વન-એમબીબીએસ ડોકટરોની જગ્યા ઘણા સમયથી ખાલી, ટેકનીકલ સ્ટાફ નથી રોગ તપાસણી માટેની મશીનરી પણ નથી. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવાયું

વઢવાણ, તા.૨: સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા ગુજરાતનાં ૫૯મા સ્થાપના દિવસે કલેકટર શ્રીને આવેદન પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી હતી કે જિલ્લાના ૨૦ લાખ લોકોના આરોગય જાળવણી માટે આશીર્વાદ રૂપ સીવીલ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબ શ્રીઓની લાંબા સમયથી ખાલી પડેલ જગ્યા પર નિયુકિત ન થવાને કારણે ઝાલાવાડના ગરીબ દરદીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આર્થિક રીતે મોંદ્યીદાટ સારવાર કરાવવી પોસાય તેમ નથી જેથી તાત્કાલિક ધોરણે નિયુકિત કરવામાં આવે તેમ રજુઆત કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર એક જ એમ.ડી.ફીજીશયન છે જે લીંબડી સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે, જેથી સુરેન્દ્રનગર સીવીલ હોસ્પિટલમાં ફીજીશયનને મુકવાની તાતી જરૂરિયાત છે. તદુપરાંત આંખ રોગ નિષ્ણાંત હાડકા રોગ નિષ્ણાંત,કાન નાક , નિષ્ણાત,માનસિક રોગ નિષ્ણાંત, ચામડી રોગ નિષ્ણાંત, રેસીડનટ મેડિકલ ઓફીસર ,કારડીયો લોજીસટ, રેડીયોલોજીસટ, યુરોલોજીસટ, સ્ત્રીરોગ રોગ, તથા એમ.બી.બી.એસ. ડોકટરની ૭ જગ્યા પર નિયુકિત કરવામાં આવવી જોઈએ .

અકસ્માતમાં દાજી ગયેલ દરદીઓ માટે બરનસ વોરડ બંધ હાલતમાં છે જે મા એરકન્ડિશન્ડ તથા સારવાર આપતી ટીમ મુકી કાર્યરત કરવાની તાતી જરૂરિયાત છે.

એકસ રે ટેકનીશયનની જગ્યા ભરવી જરુરી છે. થેલેસેમીયા રોગી અને લોહીની ખામીથી થતા રોગીઓને લોહી ચડાવવાની જરૂરિયાત હોય છે પણ હાલમા અહીની બ્લડ બેન્ક ગમે તે કારણ સર બંધ હાલતમાં છે તે તાત્કાલિક ધોરણે કાર્યરત કરવાની જરુરી છે.

સીવીલ હોસ્પિટલમાં સફાઈના નામે ઝીરો છે, ઠેરઠેર કચરાના ઢગલા પડયા હોય છે,આજુબાજુના લારી ગલા વાલા બહારનો કચરો હોસપિટલના દરવાજાની અંદર ફેકતા હોવાને લીધે દાખલ દર્દીઓનું આરોગય જોખમમાં મુકાય છે, જેથી હોસ્પીટલમાં કચરો ફેકતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવાની જરુર છે.

આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતીના મનુભાઈ પટેલ,સુબોધ જોષી, કલ્પના બહેન ધોરીયા, ચેતન ભાઇ ખાચર,કમલેસ ભાઈ કોટેચા, સાહિર સોલંકી રોહીત ભાઈ પટેલ,દીલીપ ડગલા, તથા કોંગ્રેસી કાર્યકરો દ્વારા આવેદન પત્ર પાઠવીને સમય મર્યાદામાં રહીને મહેકમ મુજબ તબીબ શ્રી ઓની નિયુકિત કરવામાં વિલંબ થશે તો જાહેર જનતાના હિતમા ઝાલાવાડની જનતાને સાથે રાખીને અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા જાણ કરવામાં આવી હતી.

(11:54 am IST)