Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ભાવનગરના રાજપરા ગામે દારૂ ગાળવાની મીની ફેકટરી ઝડપાઇ

ભાવનગર : શૈલેષભાઇ દીપસંગભાઇ મોરી રહવાસી વરતેજવાળો શિહોરના રાજપરા ગામે મેલડીમાના મંદિર પાસેઙ્ગ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી બનાવી દેશી દારૂ ગાળે છે. જે હકિકત આધારે ભાવનગર એસ.ઓ.જી./એલ.સી.બી. પોલીસે સંયુકત રીતે રેઇડ કરતા મજકુર શૈલેષભાઇ મોરી સ્થળ ઉપર હાજર મળી આવેલ નહી સદર જગ્યાએ પતરાનો સેટ બનાવી ગેસના મોટા ચુલાઓ મુકી દેશી દારૂ ગાળવાની મીની ફેકટરી બનાવવામાં આવેલ હતી. સદર જગ્યાથી (૧) દેશી દારૂ લીટર ૨૦૦ ક.રૂ. ૪૦૦૦ (૨)ઙ્ગ આથો લીટર- ૨૦૦૦ કિ.રૂ. ૪૦૦૦ઙ્ગ (૩) આથો ભરવાનાઙ્ગ ટીપ-૧૦ કિ.રૂ. ૨૦૦૦ઙ્ગ(૪) ગોળના ડબ્બા નંગ-૬ કિ.રૂ. ૪૫૦૦ઙ્ગ(૫) ગેસના ચુલા નંગ-૨ કિ.રૂ. ૨૦૦૦ઙ્ગ(૬) ઇન્ડેન ગેસના બાટલા-૪ કિ.રૂ. ૪૦૦૦ઙ્ગ (૭) દારૂ ગાળવાનું બેરલ-૧ કિ.રૂ. ૪૦૦ઙ્ગમળી કુલ રૂપિયા ૨૦,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.-એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ તથા એલ.સી.બી. શાખાના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચનાથી એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. હારિતસિંહ ચૌહાણ તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. પી.બી.ગોહિલ તથા એ.એસ.રાણા તથા હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણા તથા કેવલભાઇ સાંગા જોડાયા હતા.

(11:44 am IST)