Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મોરબીનું મેદાન દિવ્યાંગોના ટેલેન્ટ શોથી ધમધમી ઉઠયુ

રાજકોટ : ઉદયપુરની નારાયણ સેવા સંસ્થા દ્વારા દિવ્યાંગોની કલાને તક મળે તેવા હેતુથી મોરબીના ઓમ પાર્ટી પ્લોટ ખાતે ફેશન અને ટેલેન્ટ શો યોજવામાં આવ્યો હતો. પ્રશાંત ભૈયાના માર્ગદર્શન હેઠળ આયોજીત આ કાર્યક્રમમાં ફેશન રાઉન્ડમાં દિવ્યાંગોએ કેલીપર, વ્હીલ ચેર, કાંખ ઘોડી, કૃતિમ પગ સાથે પ્રસ્તુતી કરી હતી. દરેક પ્રતિયોગી સાથે વોક દરમિયાન એક સહાયક સાથે રહ્યા હતા. આવુ જ કૌવત ટેલેન્ટ શો માં વ્હીલ ચેર સાથે ડાન્સ પરફોર્મ કરીને બતાવાયુ હતુ. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સિમ્પોલો ગ્રુપના ઠાકરશીભાઇ પટેલ, બચુભાઇ અગોલા, નૃસિંહભાઇ આદરોજા, સંસ્થાના મોરબી શાખાના અધ્યક્ષ ઘનશ્યામસિંહ ઝાલા, પ્રવિણભાઇ ખંધેડીયા, નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઇ અમૃતીયા, અરવિંદસિંહ પરમાર, કૃષ્ણા હોસ્પિટલના દિનેશભાઇ પટેલ, હેમાબેન ગજારીયા, રંગપરના સરપંચ મહેન્દ્રસિંહ ઝાલા, દલપતભાઇ, ગુજરાતી ફિલ્મ કલાકાર રીના રાજપૂત વગેરેએ ઉપસ્થિત રહી પ્રતિયોગઓનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર સંચાલન નારાયણ સેવા સંસ્થાના રાજકોટ પ્રભારી તરૂણ નાગદાએ સંભાળ્યુ હતુ. નારાયણ સેવા સંસ્થા ઉદયપુર દ્વારા દિવ્યાંગોને અપાતી નિઃશુલ્ક સારવાર માટે કોઇ જરૂરતમંદ લાભ લેવા ઇચ્છતા હોય તો રાજકોટ આશ્રમના તરૂણ નાગદા (મો.૯૯૭૪૪ ૧૫૧૯૦) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:32 pm IST)