Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

બાબરામાં કિસાન કલ્યાણ મહોત્સવ મોડો શરૂ કરવો પડયો

બાબરા તાલુકા કક્ષાના કિસાન કલ્યાણ મહોત્સવનુ બાબરા એ પી એમ સી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સવારે નવ વાગે પ્રારંભ કરવાનો હતો પણ ખેડૂતો ની ઓછી હાજરીના કારણે એક કલાક મોડો ચાલુ કરવામા આવ્યો હતો માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા તેમજ બાબરા નગરપાલિકાના પ્રમુખ ખીમજીભાઈ મારૃં તાલુકા ભાજપના પ્રમુખ નિતીન ભાઇ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ લલીતભાઇ આંબલીયા બિપીનભાઇ રાદડીયા અલ્તાફભાઇ નથવાણી મુકેશભાઈ ખોખરીયાના હસ્તે કિસાન કલ્યાણ મહોત્સવને એક દીવસ પુરતો ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ મહોત્સવમા ખેડૂતો ને લગતી તમામ માહિતી માટે વિવિધ શાખાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આ તકે તાલુકા વિકાસ અધિકારી બી જે સોલંકી સહીત અધિકારીઓ તેમજ એ પી એમ સી ના ડીરેકટરો ઉપસ્થિત રહ્યા હતા.  ખેડૂત લક્ષી કાર્યક્રમ મા ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી હતી મોટા ભાગના ખુડશી ખાલી જોવા મળેલ હતી.(તસ્વીર અહેવાલઃ મનોજ કનૈયા બાબરા)

(4:31 pm IST)