Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કોડીનાર એસબીઆઇ સીડીએમ મશીન માંથી ર હજારની નકલી નોટ જપ્ત

૫૦ દિવસ બાદ પોલીસ ફરિયાદઃ ૫૭ નોટ કબજે કરીને તપાસનો ઘમઘમા

વેરાવળ, તા.૦૨: કોડિનાર સીડીએમ મશીનમાંૅ એક ગ્રાહક દ્વારા ૨૦૦૦ રૂપીયાની બનાવટી ચલણી નોટો ૨૯ રૂ. ૫૭૦૦૦ની ઝડપાય જતા ૫૦ દિવસ બાદ એસ.બી.આઇ ના નોડલ ઓફીસર દ્વારા વેરાવળ પોલીસમાં ફરીયાદ નોધાવેલ છે.

આ બનાવની વિગત એવી છે કે વેરાવળ સટા બજાર બ્રાંન્ચમાં જીલ્લાના નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રસિંન્હાએ તા.૦૧ ના રોજ ફરીયાદ નોધાવેલ છે ફૂદીખીપ હરીભાઇ ખેર રહે. ખેરા તા. સુત્રાપાડા વાળા એ તા.૧૦/૩ના રોજ કોડીનાર સીડીએમ મશીનમાં રૂ.૨૦૦૦ના દરની બનાવટી ચલણી નોટો નંગ ૨૯ રૂ. ૫૮૦૦૦ની મશીનમાં પોતાના ખાતામાં જમા કરાવી દીધેલ આ ગ્રાહકે સાચા નાણ તરીકે બેંકમાં જમા કરાવેલ.

કોડીનાર એસ.બી.આઇના અધિકારીએ જણાવેલ હતું કે તા.૧૦/૩ના રોજ બપોરના કોઇ વખતે આ ગ્રાહક દ્વારા સાચા નાણા પોતાના ખાતામાં જમા કરાવવા માટેૅ મશીનમાં નાખેલ પણ તા.૧૫/૩ના રોજ મશીન ખોલતા આ તમામ નોટ  ઝેરોક્ષ કલર વાળી હોય જેથી અલગ રાખેલી હતી અને માર્ચ માસના છેલ્લા દિવસોમાં જીલ્લાના નોડલ ઓફીસરને જમા કરાવેલ હતી.

અધિકારીઓએ જણાવેલ હતું કે આ નોટ આવી ગયા બાદ પ્રાથમીક તપાસ કરેલ હોય અને અંતે બનાવટી ચલણી નોટો ગણાતા ૫૦ દિવસ બાદ તા.૧/૫/૧૮ના રોજ વેરાવળ પોલીસમાં ફરીયાદ નોંધાવતા એએસપી પ્રવિણ સિંન્હાએ તપાસ હાથ ધરેલ છે.

(1:27 pm IST)