Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

પોરબંદરમાં સળગાવેલા આધારકાર્ડ બોગસ હોવાની શંકાઃ તપાસ શરૂ

પોરબંદર તા.૨: ગઇકાલે રણમાં સળગાવેલ આધારકાર્ડના મળેલ જથ્થા અંગે તપાસ શરૂ થઇ છે. આ આધારકાર્ડ બોગસ હોવાની શંકા થઇ રહી છે. પક્ષી અભ્યારણની બાજુમાં રણમાં ગઇકાલે બપોરે સળગેલા આધાર કાર્ડનો મોટો જથ્થો મળી આવેલ છે. થોડા સમય પહેલા શહેરમાં બોગસ આધાર કાર્ડ કાઢી આપવાના કોંભાડનો પર્દાફાશ થયો હતો અને પોલીસ દ્વારા તેની તપાસ ચાલી રહી છે તેવા સમયે સળગેલા આધાર કાર્ડનો જથ્થો મળી આવતા પુરાવાનો નાશ કરવા બોગસ આધાર કાર્ડ સળગાવી ફેંકી દીધાની શંકા થઇ રહી છે.સળગેલા આધાર કાર્ડના જથ્થા અંગે લોકોમાં અનેક તર્ક વિર્તકો થઇ રહ્યા છે.

(1:26 pm IST)