Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

એસ્સાર ઓઇલ લિ. મુંબઇમાં ભારતીય નૌસેના સાથે 'આઉટરીચ કાર્યક્રમ'માં સહભાગીદાર બનશે

આવતીકાલે મુંબઇથી લેહ સુધી કાર રેલીઃ નૌસેના તથા એસ્સાર ઓઇલ લિ.ના અધિકારીઓ દ્વારા પ્રસ્થાન

જામનગર તા. ૨ : ઓઈલ લિ. (પ્રસ્તાવિત નામ નાયરા એનર્જી લિમિટેડ), મુંબઈના નેવલ ડોકયાર્ડમાં આગામી તા. ૩ના ભારતીય નૌસેના દ્વારા યોજાનારા 'આઉટરીચ કાર્યક્રમ'માં સહભાગીદાર બનશે. ભારતીય નૌસેના અંગે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ–યુવાનોમાં જાગૃતિ આવે, તેઓને સેનામાં જોડાવા પ્રોત્સાહિત કરી શકાય એવા ઉદેશ્ય સાથે મંુબઈથી લેહ સુધી યોજાનારી કાર રેલીને નૌસેના અને એસ્સાર ઓઈલ લિ.(નાયરા એનર્જી લિમિટેડ)ના ઉચ્ચ અધિકારીગણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.

૩ર દિવસના આ પ્રવાસમાં નૌસેનામાંથી ૧ર૦ જવાન જોડાશે અને મુંબઈથી દિલ્હી અને ત્યાંથી લેહ સુધીનું આશરે ૭૦૦૦ કિલોમીટરનું અંતર કાપી પરત આવશે. આ પ્રવાસ દરમિયાન માર્ગમાં આવતા મુખ્ય શહેરોને આવરી લેવાશે જેમાં મુંબઈ, વડોદરા, ઉદયપુર, જયપુર, નવી દિલ્હી, ચંદીગઢ, પાલ્ચન, પાત્સીઓ, કારૂ, પાંગોગ ત્સો, તંગસ્તે,લેહ, સ્પિતિ ખીણ, કાલ્પા, શિમલા, આગ્રા શિવપુરી, મ્હોવ અને નાસિકનો સમાવેશ થાય છે.

પ્રવાસ દરમિયાન નૌસેનાના જવાનો આ શહેરોમાં ભારતીય નૌસેના અંગે સ્કૂલ–કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરંુ પાડશે. નૌસેનામાં કેરિયર બનાવવા ઇચ્છુક યુવાનો માટે ઓડિયો–વિજયુલ ફિલ્મસ પ્રદર્શિત કરી જાણકારી અપાશે. પબ્લિક પ્લેટફોર્મ પર જવાનો લોકો સાથે સંવાદ કરી તેઓને નૌસેનામાં કઈ રીતે જોડાય શકાય અને એ અંગે કઈ પ્રકારે કાર્યવાહી થાય છે તેની માહિતી આપતા પેમ્પલેટસ અને બ્રાઉસરનું વિતરત કરાશે. આ ઉપરાંત જવાનો જે તે શહેરના સ્થાનિક લોકો, ભૂતકાળમાં યુઘ્ધમાં સામેલ થયેલા બહાદુર સૈનિકો, નૌસેનાના શહીદ થયેલા જવાનોના પરિવારજનોને પણ મળશે.

(1:25 pm IST)