Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ખંભાળીયા પાસે એસ.ટી. બસ હડફેટે પટેલકાના મેરૂભાઈનું મોતઃ એક ગંભીર

ખંભાળીયા, તા. ૨ :. ખંભાળીયા-જામનગર રોડ પર અત્રેથી પાંચ કિ.મી. દૂર શ્રીજી હોટલ નજીક એસ.ટી. બસ નંબર જીજે ૧૮ જેડ ૨૧૮૫ ખંભાળીયાથી શીરડી જતી બસના ચાલકે ચાલીને જઈ રહેલા બે વ્યકિતને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યકિત મેરૂ ખીમાણંદભાઈ (ઉ.વ. ૮૦, રહે. પટેલકા)નું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યુ હતું.

બીજી વ્યકિતને ખંભાળીયા જનરલ હોસ્પીટલ એ ખસેડવામાં આવેલ. આ અકસ્માત સર્જી બસ ચાલક બસ મુકીને ચાલ્યો જતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:24 pm IST)