Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આપણે સૌ પાણીની મુસીબતને અવસરમાં પલટાવવા તત્પરતા દાખવીએઃ પૂનમબેન માડમ

જળસ્ત્રોતોને નવજીવન આપવા માટેના રાજય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાનનું જામનગર જામસખપુર ગામની બિલેશ્વરી નદીને પુનર્જિવિત કરવાના કામનો શુભારંભ

જામનગર, તા.૦૨: રાજય સરકારે સુજલામ-સુફલામ જળસંચય અભિયાન દ્વારા ગુજરાતના ખુણે ખુણામાં જળસંચય માટે સમગ્ર રાજયમાં ૩૧ મે સુધી સુજલામ સુફલામ જળસંચય અભિયાન દ્વારા મોટા પાયે નક્કર કામોના આયોજનો હાથ ધર્યા છે. ગુજરાત રાજયના સ્થાપના દિને જામનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જામજોધપુર તાલુકાના જામસખપુર ગામે બિલેશ્વરી નદીને પુનર્જિવિત કરવાના કામનો શુભારંભ સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે કરાયો હતો.

ગુજરાત રાજયના સ્થાપના દિને ખમીરવંતી પ્રજાને અભિનંદન પાઠવતા સાંસદશ્રી પૂનમબેન માડમે જણાવ્યુ હતુ કે, આપણુ ગુજરાત રંગીલુ, હસતુ, પ્રગતિ કરતુ રહે તે માટે આપણા સૌનું યોગદાન મહત્વનું છે. સૌરાષ્ટ્રના લોકોએ અનેક દુષ્કાળ જોયા છે જેથી પાણીનું મૂલ્ય આપણે સૌ સમજીએ છીએ. ઙ્કજળ એ જ જીવનઙ્ખ સુત્ર બોલવામાં સરળ લાગે છે પરંતુ પીવાના પાણીની બચત માટે વ્યકિતગત શુ કામ કરીએ છીએ તે ઉપર પણ લક્ષ્ય રાખવુ જોઇએ. ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળ અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિશા સુચન થકી સુજલામ સુફલામ જળસંચય અભિયાન સાર્થક થશે.             સુજલામ સુફલામ જળસંચય અભિયાન થકી દરેક વ્યકિત પોતાનું યોગદાન આપી પાણીની મુસીબતને અવસરમાં પલટાવવા તત્પરતા દાખવવી જોઇએ તેવુ સાંસદશ્રીએ આહવાન કર્યુ હતુ. આપણો ખેડુત જમીનમાં સોનુ ઉગાડી શકે છે પરંતુ પાણીએ એવી વસ્તુ છે કે જેના વગર જીવન શકય નથી. હાલની સરકારે લોકો સુધી પાણી પહોચાડવાની અનેક યોજનાઓ હાથ ધરી છે. આવી યોજનાઓ દ્વારા નદીઓ, ચેકડેમોમાં પાણી આવ્યુ છે. જનભાગીદારી/ લોકભાગીદારીથી સરકાર શ્રેષ્ઠ કામગીરી કરી શકે છે તેમ જણાવતા સાંસદશ્રી પૂનમબેન માડમે લોકોને આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે આપણુ ખમીરવંતુ ગુજરાત રાજય, સમગ્ર વિશ્વમાં ભારત મહાસત્ત્।ા બને તે માટે સૌને સહયોગ આપવા જણાવ્યુ હતુ. 

આ સમગ્ર અભિયાનમાં વહિવટીતંત્ર ઉપરાંત ધાર્મિક, સ્વૈચ્છિક અને ઔધોગિક સંસ્થાઓ પણ જોડાશે તેમજ કોઇપણ વ્યકિત વ્યકિતગત ધોરણે પણ આ અભિયાનમાં જોડાઇ શકશે. જામનગર જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ માસ્ટર પ્લાન મુજબ કરવાના થતાં તાલુકા વાઇઝ જળસંચયના કાર્યો કરવા માટે આ સંસ્થાઓએ તત્પરતા દાખવી છે જે જિલ્લા માટે સરાહનીય બાબત છે. હાલારમાં કુલ ૯૩૨ કામો કરાશે. આ તમામ કામો રૂ.૨૦૨૨.૬ લાખના ખર્ચે થનાર છે જેમાં સરકારી વિભાગો દ્વારા કુલ ૧૯૪૧.૪૪ લાખના ૭૯૭ કામો થશે. એનજીઓ દ્વારા રૂ.૨૧.૭૫ લાખના ખર્ચે ૪૮ કામો થશે તેમજ સહકારી સંસ્થાઓ દ્વારા ૨૮ કામો રૂ.૨૬.૪૬ લાખના ખર્ચે થશે. ઔધોગિક એકમો દ્વારા રૂ.૩૨.૯૫ લાખના ખર્ચના ૫૯ કામોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. ઇન્ચાર્જ કલેકટરશ્રી આર.બી. બારડે કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા જણાવ્યુ હતુ કે, આ જળસંચય અભિયાન એન.જી.ઓ., વેપારી મંડળો, સહકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, વગેરેને જોડીને લોકભાગીદારીથી હાથ ધરાશે. આ જળ અભિયાનનું કામ આપણા ગામનું, તાલુકાનું, જિલ્લાનું અને રાજયનું છે તેમ માની સૌએ પોતાની ફરજ સમજી સહયોગ આપવા જણાવ્યુ હતુ.            ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ડીઆરડીએના નિયામકશ્રી પાઠકે જામસખપુર ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત થનાર કામોની સવિસ્તર સમજુતી આપી હતી.           

તાલુકા કક્ષાએ યોજાનાર આ અભિયાન અંતર્ગત જામનગર શહેરની રંગમતિ નદીની સફાઇનું કામ, લાલપુર તાલુકાના ચોરબેડી ગામ ખાતે આવેલ રૂપાવટી ડેમનું ડીસલ્ટીંગ, જગા ગામના જાગેડી નાની સિંચાઇ યોજના ડેમનું ડીસલ્ટીંગ, કાલાવડ તાલુકાની નદીઓની સફાઇનું કામ, ધ્રોલ તાલુકાના નદીઓની સફાઇનું કામ, જોડીયા તાલુકાના ચેકડેમોનું ડીસલ્ટીંગ વગેરે કામો હાથ ધરવામાં આવશે.         આ કાર્યક્રમમાં શાળાની બાળાઓ દ્વારા સુંદર સા૬સ્કૃતિક કાર્યક્રમ રજુ કરાયો હતો આ બાળાઓને સાંસદશ્રી પૂનમબેન માડમે રોકડ પુરસ્કારથી સન્માનિત કરી હતી.   આ કાર્યક્રમની શરૂઆતમાં જળસંચય અભિયાન અંગેની માહિતી આપતી ઓડીયો-વિડીયો કલીપ બતાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યશ્રી બ્રિજરાજસિંહ જાડેજા, જામજોધપુર નગરપાલીકા પ્રમુખ નરેન્દ્ર કડીવાર, ડેપ્યુટી ડીડીઓશ્રી એ.પી. ગોહીલ, પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(1:24 pm IST)