Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સુરેન્દ્રનગરના રતનપર ગામે મારામારીના કેસમાં મહિલા સહિત ચાર આરોપીને ત્રણ વર્ષની સજા

સુરેન્દ્રનગર તા.૨: સુરેન્દ્રનગરના રતનપર  વિસ્તારમાં વર્ષ ૨૦૧૬માં માવો ખાવા જેવી સામાન્ય બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ધારીયા, પાઇપ અને છરી વડે કરાયેલા હુમલાબાદ ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાઇ હતી. આ અંગેનો કેસ સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા કોર્ટે પ્રવીણભાઇ બાબુભાઇ પરમાર, વીજુબેન બાબુભાઇ પરમાર, રમેશભાઇ બાબુભાઇ પરમાર અને બાબુભાઇ મનજીભાઇ પરમારને ત્રણ વર્ષની સજા ફટકારી છે.

રતનપરના ભીમરાવ ચોકમાં રણજીત ભાઇ દાનાભાઇ તેમના ભાઇ વિજયભાઇ દાનાભાઇ અને વિજય દેવરાજ ભાઇ રાઠોડે તા. ૧૨/૩/૨૦૧૬ના રોજ રાત્રે પાનના ગલ્લે માવો ખાતા હતા આ સમયે ચાનપરની શેરીના ૧૧માં રહેતા પ્રવીણભાઇ બાબુભાઇ પરમારે આવી રણજીતભાઇ પાસે માવો માગ્યો હતો. ત્યારે રણજીતભાઇએ એકમાવામાં ત્રણ વ્યકિત ખાવા વાળા હોવાથી માવા આપવાની ના પાડી હતી. આથી ઉશ્કેરાઇ જઇને પ્રવીણભાઇના ભાઇ રમેશભાઇ ને ફોન કરીને કહ્યું કે તારો ભાઇ ગાળો બોલે છે .

આથી રમેશભાઇ આવીને પ્રવીણભાઇને લઇ ગયા હતા, પરંતુ આ  બાબતને મનમાંરાખી પ્રવીણભાઇ બાબુભાઇ પરમાર વીજુબેન બાબુભાઇ, મનજીભાઇ પરમારે છરી ધારીયા અને પાઇપ વડે રણજીત ભાઇ દાનાભાઇ દાનાભાઇ પ્રજાભાઇ પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

આ અંગે જોરાવરનગર પોલીસ મથક ફરીયાદ પણ નોંધાઇ હતી. જે અંગેનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર સેકન્ડ એડિશનલ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમા સરકારી વકીલ મધુબેન ઝાલાની દલીલો ૨૪ મોૈખીક અને ૩૯ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઇ જજ એન.બી. પટેલે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં ચારયે આરોપીને તકસીરવાન ઠેરવી કોર્ટે વિવિધ કલમો હેઠળ ત્રણ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. ઉપરાંત દંડની રકમમાંથી ઇજાગ્રસ્ત દાનાભાઇ પ્રજાભાઇને ૨૦ હજાર વળતર અને ફરીયાદી રણજીત ભાઇને રૂપિયા ૫ હજાર વળતર ચુકવવા પણ હુકમ કરાયો છે.

બાઇક ધીમું ચલાવવા બાબતેે મારકુટ

મુળીના યુવરાજસિંહ ઉર્ફે રવિરાજ સિંહ દાનુભા પરમાર મુળીના ટાણુંગામે બાઇક લઇ જઇ રહ્યા હતા ત્યારે ટાણુના જીલુભાઇ કાસેલા અને રણજીત ભાઇ તેમજ બે અન્ય શખ્સો સહિત ચાર લોકો એ બાઇક ધીમુ હાકો તેમ કહી બાોલાચાલી કરી હતી. આ ઉપરાંત લાકડી વડે માર મારી સાઇકલને નુકશાન ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવમાં યુવરાજસિંહે ચાર શખ્સો સામે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છ.

(11:53 am IST)