Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વિકારોની આગ આપણને ન લાગે તે માટે રાજયોગ દ્વારા આત્મબળ વધારવું જોઇએ : બ્રહ્માકુમારી રમીલાબેન

સોમનાથમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં જન્મદિવસ-દિવ્ય સત્સંગ સમારોહ યોજાયો

પ્રભાસપાટણ તા.ર : સોમનાથ - વેરાવઇ હાઇવે ઉપર ભાલકા મંદિર પાસે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિદ્યાલય સભાખંડ ખાતે સંસ્થા સંચાલિકા બ્ર.કુ.રાજયોગી રમીલાબેનનો જન્મદિવસ અને આદ્યાત્મિક દિવ્ય સત્સંગ કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે ઉપસ્થિત સમુદાયને સંબોધતા તેમણે જણાવ્યું કે આજે મનુષ્ય મનુષ્ય હોવા છતા કેવા અપવિત્ર કિસ્સાઓ આપણને સાંભળવા મળે છે. આ અપવિત્ર વાતાવરણ અને વિકારોનો ચેપ આપણને ન લાગે તે માટે રાજયોગ દ્વારા આત્મબળ વધારવું જોઇએ.આજના પ્રદુષિત વાતાવરણમાં રોગો ફેલાતા જાય છે અને શરીરમાં નાની - મોટી ખટખટ રહે છે. જેથી સ્વાસ્થ્ય બળ પણ પ્રાપ્ત કરી કમજોર આત્માને મજબુત બનાવવો જરૂરી છે.સોમનાથ મહાદેવ આપણી ઇચ્છાઓ પુર્ણ કરે અને આપણે બે દાગ બની શાંતિ સ્વરૂપની અનુભુતિ સાથે ખુશી, પવિત્રતા અને આનંદની અનુભુતિ સાથે ભકિતમય રહીએ તો કળિયુગના તમો પ્રધાન અને વાયુપ્રધાન વાતાવરણથી બચી શકીએ.સોમનાથ અને આ કેન્દ્રમાં વિશ્વભરના લાખો લોકો આવે છે. તેને સંગ્રહાલય દ્વારા પ્રભુ સંદેશો મળે અને શાંતિ અને સુખચેનનો વારસો મળે તથા તેમનું આત્મબળ વધે તેવી અમારી નેમ છે.આ ભૂમિ રત્નમય છે. જો આપણે આદ્યાત્મિક પુરૂષાર્થમાં ઉન્નતી પ્રાપ્ત કરી શકીએ તો પરમાત્મા અવશ્ય આપણને અમુલ્ય રતન બનાવે.  આ પ્રસંગે અવિનાશ બહેન તથા સહસંચાલિકા જયમાલા બહેન પણ પ્રાસંગીક સંબોધન કર્યુ.સોમનાથના ભાસ્કર વૈદ્યે સંબોધનમાં જણાવ્યુ કે, આવનારો કાળ આપણને એવો ત્રસ્ત કરનારો હશે કે તેમાં આપણને આપણું પુણ્ય જ બચાવશે.સોમનાથ ભુમિની આન-બાન અને શાન સમુ આ સેવા કેન્દ્ર યાત્રિકો - પ્રવાસીઓને ચારિત્ર્ય સંસ્કાર ઘડતર અને મનની શાંતિની અનોખી અનુભુતિ સંદેશો અને સમજણ આપે છે. કાર્યક્રમમાં દિપ પ્રાગટય પ્રાર્થના ગીત તથા શુભેચ્છા સહિતના વિવિધ કાર્યક્રમો ઉપસ્થિત ભાઇ બહેનોએ માણ્યો હતો.

(11:52 am IST)