Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મોંઘા દાટ લગ્ન સમારોહ ને તિલાંજલિ આપી હળવદ અગ્રણી ઉધોગપતીએ પુત્ર ની સગાઈ સાથે એકાએક લગ્ન સમારંભ ગોઠવી સમાજને નવો રાહ ચીંધ્યો

હળવદ, તા.૧ :  વર્તમાન સમય લગ્ન સમારંભમાં પાછળ મોંદ્યાદાટ ખર્ચ કરી પોતાનો મોભો બતાવી પોતાનો વટ પાડતા જોવા મળે છે ત્યારે હળવદ ના અગ્રણી ઉધોગપતિ ના એકનાએક પુત્ર અને ઈન્જિયર અને સાઈન કોટ સ્પિન ના મેનેજીંગ ડાયરેકટર યશ ની સગાઈ રાજકોટ નિવાસી અશોકભાઈ ગરારા ની પુત્રી હેલી સાથે આસ્થા સ્પિન્ટેક્ષ ખાતે રાખવામાં માં આવી હતી, હળવદ અગ્રણી નિતિનભાઈ મહાદેવભાઈ પટેલ ના પુત્ર યશ ની સગાઈ હતી જયા હળવદ ના અગ્રણી ઉધોગપતિ પટેલ સમાજના આગેવવાન જશુભાઈ પટેલ, હળવદ ધાગધ્રાંના પુર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, વિનુભાઈ પટેલ સમાજના લોકો એ સગાઈ સમારંભ માં દિકરી ના પિતા સાથે વાત કરી રાજીખુશીથી તાત્કાલિક લગ્ન કરવાની હા પાડી દિકરી ના પિતા એ વર્તમાન સમયમાં ઝાકમઝોળ લગ્ન સમારંભ ને તિલાંજલિ આપી સમય  બચાવ કરી સમાજ ને નવો રાહ ચિંધયો છે યશ ના આગામી ૧૨/૫/૨૦૧૮ ધામધૂમથી લગ્ન રાખ્યા હતા પરંતુ સમાજ ને નવો રાહ ચિંધવા સગાઈ પ્રસંગે લગ્ન કરીને તમામ ખર્ચો તિલાંજલિ આપી સમાજ ને નવો રાહ ચિંધયો છે આ પ્રસંગે હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય ભાઈ રાવલ, નગરપાલિકાના પ્રમુખ હીના બેન રાવલ, રણછોડભાઈ દલવાડી, વિજયભાઈ જાની, રોટરી કલબ ના પ્રમુખ ચીનુભાઈ ,દાદાભાઈ,કકાલાલ, સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નવદંપતિને આશિવાદ આપ્યા હતા હિન્દુ સંસ્કૃતિ મુજબ પ્રમાણે લગ્ન ની તમામ વિધિ કરાઈ હતી સમગ્ર કાર્યક્રમ આસ્થાસ્પિન્ટેક્ષ ખાતે યોજાયો હતો.

(11:52 am IST)