Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગણમાં સુજલામ-સુફલામ જળ અભિયાનનો શુભારમ કરાયો

બોટાદ, તા.૦૨: બોટાદ જિલ્લામાં  સુજલામ – સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થયો છે. જિલ્લાના ગઢડા તાલુકાના રળિયાણા ગામના સહજાનંદ તળાવથી સ્વર્ણીમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ. કે. જાડેજાએ સુજલામ – સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં કાર્યવાહક અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ઓછા વરસાદના કારણે પાણીની જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને જળસંચયના કાર્યો દ્વારા અવસરમાં પલટાવવા માટે રાજય સરકારે સુજલામ – સુફલામ જળ અભિયાન દ્વારા આગવા પ્રકારનું કાર્ય આરંભ્યું છે. વર્ષ ૨૦૦૧ થી આ સરકારે પાણીને રોકવાના અને પાણીને બચાવવાના સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતુ કે, આ વર્ષો દરમિયાન રાજય સરકાર દ્વારા જળસંચયની અનેકવિધ કામગીરીની સાથે નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ કરી હજારો કિલોમીટરની પાઈપલાઈનો મારફત છેવાડાના વિસ્તારો સુધી નર્મદાના નીર પહોંચાડી લોકોની તરસ છીપાવવાનું કાર્ય કરવામાં આવ્યું છે.

 આ પ્રસંગે અલંગ ઓથોરીટીના ચેરમેન ગીરીશ શાહ, જિલ્લા કલેકટ સુજીત કુમાર, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી જાસોલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગોહિલ, અગ્રણીઓ સર્વશ્રી સુરેશભાઇ ગોધાણી, ભોળાભાઈ રબારી, કિરીટભાઈ, મુકેશભાઈ, હિંમતભાઈ, ગામ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.

(11:49 am IST)