Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કેદારનાથમાં લાઇટ-સાઉન્ડ શો :વિભાવરીબેનના હસ્તે પ્રારંભ

દ્વાદ્દશ જયોતિર્લીંગમાંના એક એવા કેદારનાથ મંદિરના કપાટ છ માસ કરતા વધુ સમય બંધ રહેતા હોય છે. આ મંદિરના કપાટ ખોલવાનો મહત્વનો કાર્યક્રમ તા. ર૯/૪/૧૮ના રોજ કેદારનાથ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુશ્રી વિભાવરીબેન દવે, રાજયકક્ષાના મંત્રીશ્રી (યાત્રાધામ) ઉપસ્થિત રહ્યા હતાં. તે જ દિવસે કેદારનાથ મંદિર ઉપર પ્રથમવાર જ તૈયાર કરવામાં આવેલ અદ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કાર્યક્રમ સાંજે ૭:૦૦ કલાકે યોજવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન સુશ્રી વિભાવરીબેન દવે, રાજયકક્ષાના મંત્રી (યાત્રાધામ)ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે રાષ્ટ્રીય અંત્યોદય સંઘના પ્રેસીડન્ટ શ્રી કરનૈલ સિંઘ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી કિરીટ અધ્વર્યુ સહિત ૧૦૦૦થી વધુ યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતાં અને આ અદ્ભૂત કાર્યક્રમને નિહાળીને સૌ ખૂબ જ આનંદિત થયા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર પ્લેટીનમ પાર્ટનર તરીકે સહભાગી બની હતી. આ લાઇટ એન્ડ શો તા. ૩/પ/૧૮ સુધી રોજ રાત્રે ૩ વખત જાહેર જનતાને નિઃશુલ્ક દર્શાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતના યાત્રાધામોને લગતા સ્કવેર પીલ્લરો અને ફલેક્ષ બેનરો તથા શોર્ટ ફિલ્મ દ્વારા ગુજરાતના યાત્રાધામોની મુલાકાત લેવા સર્વે યાત્રીઓને આમંત્રિત પણ કરવામાં આવ્યા હતાં. (૮.૮)

(11:48 am IST)