Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આયુષમાન ભારત દિવસ નિમિતે જામનગર જિલ્લામાં સર્વરોગ નિદાન કેમ્પ

જામનગર : જિલ્લામાં આયુષમાન ભારત દિવસ ઉજવણી અંતર્ગત દરેક આરોગ્ય કેન્દ્રમાં સહિત નકકી કરેલ ૬ ગામોમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ. જેમાં સ્ત્રી રોગ, બાળરોગ નિષ્ણાંત, જનરલ ફીઝીશીયન તથા મેડીકલ ઓફીસર દ્વારા સેવાઓ આપવામાં આવેલ. સાથે સાથે આયુષમાન ભારત યોજનાના લાભાર્થીઓની નોંધણી પણ કરી લાભ તમામ લાભાર્થી સુધી પહોંચે તે માટે પ્રચાર-પ્રસાર બેનર, પોસ્ટર, પત્રીકા તથા ભીંતસુત્રો દ્વારા કરવામાં આવ્યો હતો અત્રે નોંધનીય છે કે, આયુષમાન ભારત યોજનામાં રૂ. પ લાખ સુધીની કેશલેસ સારવાર દ્વારા જરૂરીયાતમંદ નાગરીકોને લાભ આપવામાં આવશે, ભવિષ્યમાં વેલનેસ સેન્ટર દ્વારા તમામ લોકોને ઘરઆંગણે સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવમાં આવશે. કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. જે. પંડયાના રાહબરી હેઠળ તમામ તાલુકામાં યોજવામાં આવી હતી. તસ્વીરોમાં કેમ્પનું દિપ પ્રાગટય, દર્દીને તપાસતા તબીબો દર્શાય છે.

(11:45 am IST)