Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

પોલીસ ઉપર હુમલાની ટેવ ધરાવતી મધ્યપ્રદેશની ટોળકીને ગારીયાધાર પોલીસે વાડીમાંથી ઝડપી લીધી

ભાવનગર, તા.૦૨:ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક  પી એલ માલ  નાગરિકોના જાનમાલ -મિલ્કતની રક્ષા, જાહેર સુલેહ શાંતી કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા તથા ગુનાખોરીઓ અટકાવવા તેમજ અસામાજિક ગેરકાયદે પ્રવૃતિઓને સદંતરપણે ડામી દેવાની કટીબદ્ઘ કાર્યશૈલીને અપનાવવાની સુચનાઓ અપાયેલ જે સંદર્ભે............પાલીતાણા વિભાગીય ના.પો.વડા (DYSP) પી.પી.પીરોજીયા ના માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં.PSI.એચ.પી.અગ્રાવત સાહેબે ટીમ બનાવી વર્કઆઉટ શરૂ કરેલ તેમાંહેડ.કો.પી.કે ગામેતી તથા પો.કો.શકિતસિંહ.જે.સરવૈયા.

તથા પો.કો.દિલીપભાઇ ખાચર તથા પો કો જયપાલસિંહ સરવૈયા ના ઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન  બાતમી આધારેે ચાંદપુર પો.સ્ટે (જી.અલીરાજપુર) રાજય એમ.પી.I.નાં ગુનાં રજીસ્ટર નંબર ૪૫/૨૦૧૭- IPCકલમ ૨૯૪-૧૮૬-૩૫૩,૩૪-૩૦૮. વિગેરે મુજબના કામનાં આરોપીઓની ચાંદપુર પોલીસ સ્ટેશન સ્ટાફનાં લક્ષ્મીકાંત મો.સા.લઈને તપાસ અર્થે ગયેલ તે સમયે આરોપી

(૧) વેસ્તાભાઇ સેકડીયાભાઈ

(૨) માકડીયાભાઇ વેસ્તાભાઇ

(૩) રાધુભાઈ વેસ્તાભાઇ...

રહે નિવાસીગણ હોલી ફળીયા બોકડીયા અલીરાજપુર MPં આરોપી નંબર એકનાં ઓની પુછપરછ દરમિયાન આરોપી નં એક ના ઓ જોરજોરથી રાડા રાડી કરી ભુંડાબોલી ગાળો બોલવા લાગ્યોઙ્ગ તે દરમિયાન એમનાં બંન્ને છોકરાઓ તૈયા આવી પોલીસ પર તીરકામઠાથી હુમલો કરવાની તૈયારી કરેલ તે સમયે પોલીસ જવાને કહેલ કે તીરકામઠું ચલાવતો નહી નહીતર હુ સર્વીસ રીવોલ્વરમાંથી ફાયરીંગ કરીશ તેવી ચેતવણી આપેલ તે દરમિયાન આરોપીઓએ તીરકામઠાથી પોલીસ પર હુમલો કરેલ તે દરમિયાન પોલીસે તેની સ્વબચાવ માટે ૦૪ રાઉન્ડ હવામાં ફાયરીંગ કરેલ તે દરમિયાન ઝપાઝપી સમયે ૦૮ જીવતાં કારતુસ પડી ગયેલ પોલીસે હવામાં ફાયરીંગ કર્યા પછી હુમલો કરવાનું આરોપીઓએ બંધ કરેલ તેમજ દુર દુર થી માણસો બોલાવી ે ધેરવાની કોશીષ કરેલ તે સમયે જાણી તૈયાથી રવાનાં થઈ ગયેલ તે પછી પોલીસ સ્ટેશન આવી ઉપલી અધિકારીઓને હુમલાની વાતથી વાકેફ કરેલ તે સમયે પોલીસ કાફલા સાથે બનાવ સ્થળે તાત્કાલીક પહોંચી જઈ તપાસ કરતાં કોઇ હાજર મળી આવેલ નહી તે ગુનાને અંજામ આપી MP છોડી.ગુજરાતમાં આવેલ તેમાં ભાવનગર જીલ્લાનાં ર્ંગારીયાધાર તાલુકાનાં રૂપાવટી ખાતે આવેલ જીવરાજભાઈ કાનાભાઈ ગોયાણી-પટેલર્નીં વાડીએ મજુરી કામ અર્થે મજુરી કરવાં આવેલ હોય તેવી હકિકત ને મળેલ બાતમી મુજબ પોલીસ સ્ટાફનાં તથા પંચોના માણસોને સાથે રાખી પંચો તથા પોલીસે સમચુચકતા વાપરી પોલીસ પર હુમલો કરે નહી તેવી તમામ તકેદારી સાવચેતી રાખી તે વાડીએ જઈ તપાસ કરતા ઉપરોકત આરોપીઓને દબોચી લઈ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં લાવી આકરી પુછપરછ કરતાં ઉપરોકત ગુનાની કબુલાત આપેલ તેમજ ગારીયાધાર પોલીસેMP પોલીસ પર હુમલા કરવાની ટેવ ધરાવતાં આરોપીઓને ઝડપી પાડી પ્રસંશનીય કામગીરી કરવામાં સફળતા મળેલ છે તેમજ આરોપીઓને ચાંદપુર પોલીસ સ્ટેશન.જીલ્લો અલીરાજપુરMP. પોલીસ ને જાણ કરવામાં આવેલ છે.

(11:43 am IST)