Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઉપલેટામાં ડુપ્લીકેટ ઘીની ફેકટરી પ્રકરણમાં બીજા દુકાનદારોના નામ ખુલવાની શકયતા

ઉપલેટા, તા. ર : પી.આઇ. એ.બી. પટેલ તેમજ પી.એસ.આઇ. આર.એ. ભોજાણી મળેલી બાતમીના આધારે બલરાજ સહાની રોડ પર અક્ષરધામ એપાર્ટમેન્ટની સામે આવેલ રાધે પ્રોવિઝન સ્ટોરની સાથોસાથ આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડતા જેમાં ભેળસેળયુકત ૩૦૦ કિલો ઘી કિંમત ૭પ૦૦૦/- તથા જુદા જુદા ટીનના ડબલા ઘી ભરેલા કુલ ૧પ૭૩ રૂ. રપ૧૬૮૦/- સોયાબીનના ડબા નંગ-૧૦ કિંમત ૧ર૭પ૦/- વનસ્પતિ ઘીના ડબા નંગ-પ૪ કિંમત ૬૦૭૭પ/- ગેસ સીલીન્ડર નંગ-પ, ઇલેકટ્રીક વજન કાંટો ફુલ રૂપિયા ૪૦૮૦૦પના મુદ્દામાલ સાથે સંજય મથુરદાસ કાછેલાની ધરપકડ કરવામાં આવેલ. આ કામગીરીમાં પો.હેડ. કોન્સ. રમેશભાઇ બોદર, નિલેષભાઇ ચાવડા, કૌશિકભાઇ જોષી, અરૂણભાઇ ખટાણા, ભાવેશભાઇ બોરીચા, વિસાલભાઇ હુણ, મહેન્દ્રભાઇ ધાંધલ, ગગુભાઇ ગઢવી રોકાયેલ હતા. વધુ તપાસ પોલીસ કરી રહી છે. જેમાં બીજા દુકાનદારોના નામ પણ ખુલવાની સંભાવના છે.

(11:42 am IST)