Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મોરબીના ગાળા ગામના પાટીયા પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવાનનું મોત

મૃતક અજાણ્યા યુવાનના વાલીવારસને શોધતી મોરબી પોલીસ

રાજકોટ તા. ૨: મોરબીના માળીયા હાઇવે પર ગાળા ગામના પાટીયા પાસે ચાર દિવસ પહેલા ૨૮મીએ સાંજે પાંચેક વાગ્યે હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા આશરે ૨૫ થી ૨૮ વર્ષના યુવાનને ગંભીર ઇજા થઇ હતી. આ યુવાનને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આજે સવારે તેનું મોત નિપજ્યું છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી છે. તસ્વીરમાં દેખાતા મૃતક યુવાનના કોઇ વાલીવારસ હોય તો મોરબી પોલીસનો સંપર્ક કરવો. મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમમાં રખાયો છે.

(10:50 am IST)