Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઉનાના કોબમાં લગ્નના ફુલેકામાં ગાળો બોલતા માથાકૂટ : લાકડી પાઇપ વડે હુમલો

ઉના, તા. ર : તાલુકાના કોબ ગામે લગ્નના ફુલેકામાં આરોપીઓ ગાળો બોલતા મામલો બીચકતા ૭ શખ્સોએ લાકડી તથા લોખંડનો પાઇપ વતી હુમલો કરતાં ઇજા પહોંચાડી હતી.

કોબ ગામે ધીરૂભાઇ લખમણભાઇ સોલંકીની ફઇના દિકરાના લગ્ન હોય ફૂલેકામાં (વરઘોડા)માં રકાસી પરબત સોલંકી, દિનેશ રબારી, અજય રકાશી  વિજય રકાસી સહિત ૭ શખ્સો રે. કોબવાળા ગાળો બોલતા હોય અગાઉ ધીરૂ લખમણ સોલંકી સાથે માથાકૂટ થયેલ હોય તે મનદુઃખ રાખી ૭ શખ્સોએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી લોખંડનો પાઇપ, લાકડી વતી હુમલો કરી ઇજા કરી મારી નાખવાની ધમકી આપ્યાની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

સામા પક્ષે રકાસી પરબત સોલંકી રે. કોબ વાળાએ પણ જુના મનદુઃખનું વેર રાખી માંડણ લખમણ સોલંકી, રમેશ લખમણ, મનુ લખમણ સહિત સાત શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી છુટ્ટા પથ્થરો તથા લાકડી વતી માર મારતા તથા ઢીકા પાટુનો માર મારી ઇજા કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરીયાદ નોંધી તપાસ પીએસઆઇ એસ.આઇ. મંધરા કરી રહ્યા છે. (૮.પ)

(9:23 am IST)