Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સાવરકુંડલામાં સદ્દભાવના ગૃપ દ્વારા અમરેલી જીલ્લાના સૌથી મોટા મેગા વેકસીન કેમ્પનો પ્રારંભ...

સાવરકુંડલા, તા.૨: સદ્દભાવના ગૃપ દ્વારા કોવિડ-૧૯થી રક્ષણ મેળવવા માટે અમરેલી જીલ્લાનો સૌથી મોટા મેગા વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૧ એપ્રિલથી ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક લોકોનું રસીકરણ 'હારશે કોરોના- જીતશે કુંડલા'ના સૂત્ર સાથે કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો.

સફળ બનાવવા પ.પૂ. ઉષામૈયા ( શિવ દરબાર આશ્રમ -કાનાતળાવ), આર. આર. ગોહિલ - ડે. કલેકટર એમ.બી. દેસાઈ, મામલતદારશ્રી, ડો. મીના, તાલુકા હેલ્થ ઓફિસર, રાજુભાઈ દોશી, પૂર્વ પ્રમુખ કેશુભાઈ વાઘેલા, ચેરમેન ગોવિંદભાઈ પરમાર, સુરેશભાઈ પાનસૂરિયા, રવીન્દ્રભાઈ ધંધુકિયા, ઘનશ્યામભાઈ ડોબરીયા, ભૂપતભાઈ પાનસૂરિયા, જીજ્ઞેશભાઈ ટાંક, અશોકભાઈ ટાંક, ભાવેશભાઈ કવા, મેહુલભાઈ ત્રિવેદી અજયભાઈ ખુમાણ દાતાશ્રી પરેશભાઈ ડોડીયા અને ખાસ વિનામૂલ્યે લોહાણા મહાજન વાડીની સુવીધા વીના મુલ્યે આપી છે ત્યારે લોહાણા મહાજનનો સદભાવના ગ્રુપ ખૂબ ખૂબ આભાર માને છે. કેમ્મ સફળ બનાવવા માટે સદભાવના ગ્રુપ છેલ્લા આઠ દિવસથી સતત પ્રયત્નો કરતુ હતું.

આ કેમ્પના દાતાશ્રી દિલીપભાઈ જીણાભાઈ ડોડીયા (ડી. જે. ડોડીયા) છે. તેમજ આ કેમ્પ ૧ એપ્રિલથી ૪ એપ્રિલ સુધી ચાલુ રહેવાનો છે. વેકસીન લેનાર દરેક લોકોને ફ્રી વેકસીન, ફ્રી માસ્ક, અને ફ્રી સેનેટાઈઝર પણ આપવામાં આવ્યા હતા.

તેમજ આગામી તા.૪ એપ્રિલને રવિવારના રોજ સદ્દભાવના ગૃપ દ્વારા મહારકત દાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ દરેક રકતદાતાને ડબલ ગિફ્ટ પણ આપવામાં આવશે.

(10:24 am IST)