Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ભાવનગર રેન્જ ડી.આઈ.જી તથા એસ.પી.એ તળાજાની મુલાકાત લીધી

ઘોઘાના સાણોદર ગામ નજીક કોલોનીની મુલાકાત લીધી અને કર્મચારીઓ સાથે વાતચીત કરી

 ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવે જિલ્લાના તળાજા,મહુવા સાહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે તાકીદ કરી હતી.તેમની સાથે પ્રવાસમાં જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ પણ જોડાયા હતા.

રેન્જ ડી.આઈ.જી. તથા એસ.પી.એ ઘોઘાના સાણોદર ગામ નજીક આવેલ કોલોનીની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.આ ઉપરાંત તણસામાં આવેલી સસ્તા અનાજની દુકાનની પણ મુલાકાત લીધી હતી.

રેન્જ પોલીસ વડાએ તળાજા પોલીસ મથકની પણ મુલાકાત લીધી હતી અને પોલીસ અધિકારી,આગેવાનો તથા મીડિયા સાથે બેઠક કરી હતી.

જિલ્લામાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે તળાજા,મહુવા,પાલિતાણા,જેસર,દિહોર સહિતના તમામ પોલીસ મથક વિસ્તારોમાં પોલીસ અધકારીઓ તથા પોલીસ કર્મચારીઓ દ્વારા માર્ચ પણ યોજવામાં આવી હતી.

(10:03 pm IST)