Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

સુરેન્દ્રનગરમાં સડેલુ રાશન મળતા મહિલાઓએ કલેકટર કચેરી પહોંચી

ઘઉંનો જથ્થો હલ્કી ગુણવત્તાનો તેમજ સડેલો મળતા કાર્ડ ધારકો રોષે ભરાયા

સુરેન્દ્રનગર : પહેલી એપ્રિલથી રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ પર વિના મુલ્યે રાશનનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સડેલુ રાશન મળતા મહિલાઓએ જીલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. શહેરની અમુક રેશનિંગ દુકાનો પર ઘઉંનો જથ્થો હલ્કી ગુણવત્તાનો તેમજ સડેલો મળતા કાર્ડ ધારકો રોષે ભરાયા હતા. મહત્વપૂર્ણ છે કે, વહેલી સવારથી જ સસ્તા અનાજની દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ સડેલું અનાજ મળતા રાજ્ય સરકાર સામે નારાજગી જોવા મળી હતી.

(9:46 pm IST)