Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

વોટસએપ ઉપર દહેશત-ભય ફેલાવનારા જામનગરનાં ર શખ્સો ઝડપાયાઃ ગુજરાતનો પ્રથમ ગુન્હો

જામનગર તા. રઃ વોટસએપ દ્વારા દહેશત-ભય ફેલાવનાર બે શખ્સો ઝડપાયા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ બે શખ્સો સામે ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સર્વલન્સ સ્કોડના એમ. વી. પોઢવાડીયાએ તા. ૧ ના રોજ સુભાષ શાકમાર્કેટ ભોગવાડો કડલીયાફળીમાંથી આ કામેના આરોપીઓ પારસ નિલેશભાઇ ભોય ઉ.વ. ૩૯ ધંધો ડ્રાઇવીંગ અને જયંતીગીરી હિરાગીરી ગૌસ્વામી ઉ.વ. પ૧ ધંધો વેપારવાળાઓએ હિન્દુ મુસ્લિમ કોમ વચ્ચે ધિકકારની લાગણી પેદા થાય અને વયમનસ્ય ઉભું થાય અને લોકોમાં ભય ફેલાય અને કોરોના વાયરસનો ફેલાવો વધશે તેવી લોકોમાં દહેશત-ભય ઉભો થાય તેવી અફવા ફેલાવતો વોટસઅપ મેસેજ આરોપી જયંતગીરી જે ગ્રુપ સભ્ય છે.

તેમાં ફોરવર્ડ કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરતા પોલીસે તેમની સામે ઇ.પી.કો. કલમ પ૦પ (ર), ૧૧૪ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ર૦૦પ ની કલમ પ૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(3:47 pm IST)