Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાની અસર વધવા લાગી

રાજકોટ તા. ર :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં સર્વત્ર ગરમીની અસર વધવા લાગી છે અને ધીમે ધીમે આકરા ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો હોય તેવી અસર વર્તાય છે.

મહત્તમ તાપમાનનો પારો ધીમે - ધીમે ઉંચકાતા લોકોને ગરમીની વધુ અસર થવા લાગી છે. અને બપોરના સમયે આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે.

સવારથી ગરમી સાથે બફારાનો અનુભવ થવા લાગે છે. અને બપોરના સમયે ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી જાય છે.

જામનગર

જામનગર : આજનું હવામાન ૩૩.પ મહત્તમ, રર.પ લઘુતમ ૭૭ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:11 pm IST)