Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જુનાગઢ પોલીસ દ્વારા સીનીયર સીટીજનોને સહાય

જુનાગઢઃ વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને લઇ હાલ ચાલતા લોકડાઉન દરમિયાન અસંખ્ય લોકો ખાસ કરીને બિમાર, એકલવાયુ જીવન જીવતા લોકો તેમજ સીનીયર સીટીજનોને મુશ્કેલી પડે છે ત્યારે જુનાગઢ પોલીસની કંટ્રોલરૂમ ખાતે કાર્યરત સીનીયર સીટીઝન હેલ્પલાઇન પર ડુંગરપુરના ૭પ વર્ષીય બચુબાપાની રોજીરોટીની વ્યવસ્થા માટે, રતિલાલ અજીતભાઇને મજુરી ન મળતા અનાજ માટે તથા જુનાગઢના મદુકુમાર શ્યામસે, સુર્યકુમાર સોલંકી, નિમુબેન કુકડીયા વિગેરેએ ફોન કરીને સહાય માગતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ડામોર સીડીવીઝનના પીએસઆઇ એન.કે.વાજા, તાલુકા પો.સ્ટેશનના પીએસઆઇ બી.યુ. સોલંકી, કૃણાલ પટેલ, સહિતના સ્ટાફે અનાજની કીટ, ભોજન સહિતની વ્યવસ્થા તાત્કાલીક કરી હતી તે પ્રસંગની તસ્વીર

(1:06 pm IST)