Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જામનગરમાં ટેન્કર-બિયર સહિત ૮ લાખના મુદ્દામાલ સાથે મહાવીરસિંહ જાડેજા ઝડપાયો

સંજય ચાવડા અને હિતેષ દુલાણીની શોધખોળ

જામનગર, તા. ર : જીલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલના માર્ગદર્શન અને એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ કે.કે. ગોહિલની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી. ગોજીયા તથા માણસો જામનગર શહેર વિસ્તારમાં કોરોના વાયરસનો ફલાવો ન થાય તે માટે જાહેરનામાની કડક અમલવારી કરાવવા અંગે પેટ્રોલીંગમાં હતાં.

એલ.સી.બી. સ્ટાફના વનરાજભાઇ મકવાણા, નિર્મળસિંહ બી. જાડેજા તથા ફીરોજભાઇ દલને મળેલ ખાનગી હકીકત આધારે એમ્યુજમેન્ટ પાર્કથી આગળ ધારેશ્વર ડેરી પાસેથી આરોપી મહાવીરસિંહ ઉર્ફે માવલો રઘુવરસિંહ જાડેજા રહે. શિવમ પાર્ક, શેરી નં.૪, જામનગર વાળાના કબ્જાના ટેન્કર નંબર જીજે૧ર-એટી-પ૬૮૪ માંથી બીયર ટીન નંગ-૯૪ મળી આવતા કિ.રૂ. ૯૪૦૦ તથા ટેન્કર કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૮,૦૯,૪૦૦નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરૂદ્ધ પો.હેડ કોન્સ. અશોકભાઇ સોલંકીએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. નિર્મળસિંહ બી. જાડેજાએ ધરપકડ કરી પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મજકુર આરોપીને બીયર સપ્લાય કરનાર સંજય રમેશભાઇ ચાવડા રહે. ઠેબા ચોકડી, પીવીઆર સીનેમા પાછળ, જામનગર તથા હિતેશ ઉર્ફે સાંઇ દલાણી રહે. રણજીતનગર, જુનો હુડકો, જામનગર વાળાને ફરારી જાહેર કરેલ છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે. ગોહિલની સુચનાથી પો.સ.ઇ. શ્રી આર.બી. ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, અશ્વિનભાઇ ગંધા, ફીરોજભાઇ દલ, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ જાડેજા, સંજયસિંહ વાળા, મીતેશભાઇ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:02 pm IST)