Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ઓખા બંદરે ફસાયેલા 50 માછીમારો ગીર સોમનાથ પહોંચ્યા

માછીમારો જીવના જોખમે દરિયામાં મુસાફરી કરી ગીર સોમનાથ માઢવાડ બંદર પર ઉતર્યા હતા.

ગીર સોમનાથ: કોરોના વાયરસનું સંક્રમણ દેશમાં વધારે ન ફેલાય તે માટે પ્રધાનમંત્રી  મોદીએ 21 દિવસનું લોકડાઉંન જાહેર કર્યુ છે. લોકડાઉનના કારણે રેલવે, બસ સહિત તમામ પ્રકારના ખાનગી પરિવહન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેના કારણે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકોએ બાઈક સહિત જે કંઈ સાધન મળ્યું તે અને પગપાળા ચાલીને માદરે વતન પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન ગુજરાતના ગીર સોમનાથમાં માછીમારો અલગ રીતે વતન પહોંચ્યા છે.

   લોકડાઉનના કારણે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતાં માછીમારો દરિયાઈ માર્ગે વતન પહોંચ્યા હતા. લોકડાઉનના કારણે ઓખા બંદરે ફસાયેલા 50થી વધારે મુસાફરો સોમનાથના બંદરે પહોંચ્યા હતા. માછીમારો જીવના જોખમે દરિયામાં મુસાફરી કરી ગીર સોમનાથ માઢવાડ બંદર પર ઉતર્યા હતા.

(12:51 pm IST)