Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ભાવિકો દ્વારા મંદિરોમાં નહીં, ઘરોમાં જ રામનવમી પર્વની ઉજવણી

'કોરોના' વાયરસને પ્રસરતો અટકાવવા ભાવિકો દ્વારા ભગવાન શ્રી રામનાં જન્મોત્સવ પ્રસંગે પ્રાર્થના

રાજકોટ, તા. ર : આજે ભગવાનશ્રી રામના જન્મોત્સવ પ્રસંગ એટલે કે રામનવમી પર્વની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધાર્મિક સ્થાનો બંધ કરાયા છે અને ભીડભાડ ન કરવા આદેશ કરવામાં આવ્યો છે.

જેના કારણે આજે શ્રી રામનવમી પર્વની ઉજવણી પણ આજે ભાવિકો દ્વારા ઘરે બેઠા જ કરવામાં આવી હતી અને શ્રી રામ ભગવાનનું પૂજન-અર્ચના મહાઆરતી કરવામાં આવી હતી.

કાલાવડ

કાલાવડ : વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ દ્વારા રામનવમીના દિવસે શહેરના ૪ રામ મંદિર ખાતે બાઇક યાત્રા દ્વારા પૂજન અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે દેશભરમાં કોરોના વાયરસને અટકાવા સરકારશ્રી દ્વારા ર૧ દિવસ દેશ લોકડાઉન જાહેર કરેલ હોય અને રોગની ગંભીરતા ધ્યાને લઇ રામનવમીની બાઇક યાત્રા મુલત્વી રાખેલ છે. રામનવમી ઉજવણી દરેક લોકોએ પોતાના ઘરે સાંજે ૭-૩૦ વાગ્યથી ૯ દિપક પ્રગટાવી ઉજવણી કરવાનું આહવાન થયેલ છે તેમ રામનવમી ઉત્સવ સમિતિના સંયોજકે મહેશભાઇ સાવલીયા તથા કમલેશભાઇ આશરાની યાદીમાં જણાવેલ છે.

(11:48 am IST)