Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

વંથલીનાં કોયલી ગામથી લોકડાઉનના કારણે વતનમાં જઇ ન શકતા પરપ્રાંતીય તરૂણનો આપઘાત

જુનાગઢ, તા. ર : લોકડાઉનને લઇ વતન ન જઇ શકતા વંથલીનાં ૧ કોયલી ગામનાં શ્રમિક પરિવારનાં તરૂણ પુત્રએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે કોરોનાની મહામારીને લઇ હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કોયલી ગામે મજુરી કામ અર્થે આવેલ આદિવાસી નથુભાઇ ભાભરનો પુત્ર આકાશ (ઉ.વ.૧પ)ને વતનમાં જવાનું હોય અને છેલ્લા ત્રણ-ચાર દિવસની વતનમાં જવાની વાત કરતો હતો.

પરંતુ હાલ લોકડાઉનને કારણે વાહન વ્યવહાર અને ટ્રેનો બંધ હોવાનું આકાશને તેના મમ્મી-પપ્પાએ જણાવ્યું હતું.

આ બાબતનું માઠુ લાગી આવતા ગઇકાલે આકાશે ગળાફાંસો ખાયને મોતની મીઠુ કરી લીધુ હતું.

આ અંગેની જાણ થતા વંથલીના પોલીસ જમાદાર ડી.એમ. લેરીયા વગેરે દોડી ગયા હતા અને આકાશનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી હતી.

(11:46 am IST)