Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

પોરબંદરમાં બોટ માલિકો દ્વારા ૭ હજારથી વધુ ખલાસીઓ માટે રાશન વ્યવસ્થા કરી

પોરબંદર, તા. ર : ફિશીંગમાંથી પરત આવેલ બોટના ખલાસીઓ કે જેઓ વતન જઇ શકેલ નથી તેવા ૭ હજારથી વધુ ખલાસીઓ માટે બોટના માલિકો દ્વારા રાશન વ્યવસ્થા કરી અપાય છે. ૭ હજાર ખલાસીઓમાં પ હજાર ગુજરાતના તેમજ ૩ હજાર જેટલા પરપ્રાંતિય ખલાસીઓનો સમાવેશ થાય છે.  બોટ એસોસીએશનના પ્રમુખ અશ્વિનભાઇ જુંગી દ્વારા અન્ય જિલ્લાના ખલાસીઓને વારાફરતી વતન જવા દેવા મંજૂરી આપવા કલેકટરને રજૂઆત કરી છે.

અસ્માવતી ઘાટથી સામે  કાંઠે જયા હોળી ચલાવો

જુના બંદર અસ્માવતીઘાટથી સામે કાંઠે સુભાષનગર જવા માટે ફરીને જવું પડે છે. હાલ લોકડાઉન હોય સામાકાંઠે આવવા મર્યાદિત સંખ્યામાં નાની તડની હોડી ચાલુ કરવા માછીમારો માંગણી કરી રહેલ છે.

(11:38 am IST)