Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જામનગરમાં ફેકટરી ઓનર્સ એશો.ના મંત્રી શ્રી ફળદુ જાડેજા સાથે બેઠક યોજાઇ

મંત્રીઓએ મુખ્યમંત્રી રાહત નિધિમાં યોગદાન માટે ઉદ્યોગકારોને અપીલ કરી

જામનગર તા. ર : કલેકટર કચેરી ખાતે કેબિનેટમંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ચેમ્બર ઓફ કોમર્સ, જી.આઇ.ડી.સી.ફેઈઝ-૨ના સભ્યો અને ફેકટરી ઓનર્સ એસોસિએશનના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી બિપેન્દ્રસિંહ જાડેજાએ ઉદ્યોગોને લગતા પ્રશ્નો જેવા કે, નાના ઉદ્યોગકારોને આર્થિક પેકેજ વગેરે બાબતોના રાજય સરકાર દ્વારા કરાયેલા નિર્ણયને આવકાર્યા નિર્ણયને આવકાર્યા હતા સાથે જ સ્થાનિક પ્રશાસનની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે, જી.આઇ.ડી.સી.ના લોકોના કારખાના ક્રમશઃ ખોલી તેમના શ્રમજીવીઓને અગાઉ પગાર ચુકવી દેવામાં આવ્યો છે, જે ગુજરાતમાં માત્ર બે જિલ્લાઓમાં જ બન્યું છે.

આ બેઠકમાં જામનગરના આગેવાનશ્રી જીતુભાઈ લાલે બહારથી આવતી બોટો કે જેનું ૧ મહિનાથી બંદર પર સ્ક્રિનિંગ થઈ રહ્યું છે તે બાબતને હાલની પરિસ્થિતિમાં કલેકટરશ્રીની દૂરંદેશીતા જણાવી વખાણી હતી. આ બેઠકમાં સભ્યો દ્વારા માલપરિવહન અને તેને અનુસંધાને મજૂરો બાબતની પરવાનગી વગેરે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ તકે મંત્રી આર.સી.ફળદુએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના અનુરોધને જામનગરના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે અહીં ઉપસ્થિત તમામ સામાજિક આગેવાનો પોતાનું સામાજિક ઉત્ત્।રદાયિત્વ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે, પોતાના ઉદ્યોગમાં કામ કરતા અને રોજે રોજનું કમાનારા પોતાના શ્રમયોગીઓને પરિવાર ગણી સાચવ્યા છે તે આ સંકટ સમયનો ખરો માનવતા ધર્મ જ છે, ત્યારે આ સમાજશ્રેષ્ઠીઓ રાજયની આરોગ્યલક્ષી વ્યવસ્થા જાળવવા માટે અને રાજયને આરોગ્યક્ષેત્રે વિકસાવવા માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં રાષ્ટ્રની સેવા માટે અનુદાન આપે તેમ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

સાથે જ અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પણ સભ્યોને અપીલ કરતા કહ્યું હતું કે, સમાજની સેવા કરવાની આ એક ઉત્ત્।મ તક મળી છે, તેને ઝડપી લઇ અને ગુજરાતના આ કપરા સમયમાં સહયોગી બનવા મુખ્યમંત્રી રાહત નિધિમાં સરકારના પ્રતિનિધિ તરીકે અનુદાનની અપેક્ષા કરી હતી.

આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ હિંડોચા, કલેકટરશ્રી રવિશંકર, કમિશનરશ્રી સતીશ પટેલ, એસ.પી. શ્રી શરદ સિંદ્યલ, ચેમ્બર ઓફ કોમર્સ, જી.આઇ.ડી.સી.અને ફેકટરી એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(11:31 am IST)