Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

મીઠાપુર સુરજકરાડીની અનેક સંસ્થાઓ અને અનેક યુવાનો દ્વારા ઉમદા સેવાકાર્યની સરવાણી

મીઠાપુર તા. રઃ વિશ્વ ઉપર તોડતા કોરોના વાયરસના મોટા ખતરાને પહોંચી વળવા માટે સરકારશ્રી દ્વારા ર૧ દિવસનો લોકડાઉનનો આદેશ અપાયા બાદ રસ્તા પર રહેતા ભિક્ષુકો અને દિવ્યાંો પર પોતાના પેટ ભરવાનો પ્રશ્ન ઉભો થયો હોય આવા ભુખ્યા લોકોને દિવસના બન્ને ટક ગરમા ગરમા ભોજન મળી રહે તે ઉમદા હેતુથી મીઠાપુરની બાલમુકુન્દ પાંજરાપોળના સંનિષ્ઠ કાર્યકરો અને આશરે રપ થી ૩૦ જેટલા યુવાનો દ્વારા ભીમરાણાથી લઇ સુરજકરાડી આરંભડા અને ઓખાના દરેક વિસ્તારોમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મીઠાપુરની ટીસીએસ આરડી અને ન્યુ માર્કેટના વેપારીઓ દ્વારા મીઠાપુરમાં આવીજ વ્યવસ્થા ઉપલબ્ધ કરાઇ રહી છે. તથા અનુસુચિત સમાજના નિરાધાર અને અસહાય વિધવા બેહનો કે જે આવા કપરા સમયમાં પોતાનું ગુજરાત ચાલવી શકતા હોય તેવા પરિવારોને અનુસુચિત સમાજના શિક્ષકો દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ તૈયાર કરી તેમના ઘરો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આમ આવી રીતે અનેક સંસ્થા અને અનેક આગેવાનો દ્વારા સેવાની સરવાણી ઉભી કરી કોઇ જ વ્યકિત ભૂખી ના રહે તેની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત કુતરાઓ માટે પણ બિસ્કીટ પણ આપવામાં આવી રહ્યા છે.

(10:19 am IST)