Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જેતપુરનાં ધવલ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા દરરોજ ફુડ પેકેટસનું વિતરણ

નવાગઢ, તા.૨: કોરોના વાયરસ ત્રીજા સ્ટેજમાં સમગ્ર ભારતમાં પ્રવેશી ચૂકયો છે  જેતપુરની ધવલ ઈન્ટરનેશનલ સ્કુલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આશરે ૧૫૦૦ થી વધુ ફૂડ પેકેટ્સ સુકા ભોજનના રૂપમાં તૈયાર કરવામાં આવેલ છે.  શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારમાં સંસ્થાના વાહન દ્વારા દરરોજ નિશ્ચિત થયેલા પોઈન્ટ ઉપર સામાજિક કાર્યકરો દ્વારા ગ્રુપ બનાવીને દરરોજ વિતરણ કરવાનું ચાલુ કરેલ છે. આ ફૂડ પેકેટ્સમાં હાલ લાંબો સમય ચાલે તેવી મીઠાઇ અને બગડે નહી તેવું પૌષ્ટિક ફરસાણ અને સમયને આધીન અન્ય વસ્તુઓ પણ વિતરણ કરવાનું આયોજન સંસ્થાના એમ.ડી. દિનેશ ભુવા, હિતેશ પટેલ, સંદીપ ભટ્ટી, જીગ્નેશ રાદડિયા, જીતુ વદ્યાસીયા, કે.ડી. કરગથરા, સંદીપ વેગડા અને પ્રતિક જોબનપુત્રા વગેરે લોકો ગામે ગામ અને શહેરના વિસ્તારમાં જઈ આવા માનસિક, શારીરિક અશકત અને નિરાધાર લોકોના ગ્રુપીંગ દ્વારા તેઓને દરરોજ પૌષ્ટિક ભોજન મળે તેવું આયોજન સંસ્થાના ખર્ચે કરી રહ્યા છે.

સમાજ શ્રેષ્ઠીઓ અને કેબીનેટમંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાએ બિરદાવી આવા કામને લોકડાઉન ચાલુ રહે ત્યાં સુધી ચાલુ રાખવા અને અન્ય સંસ્થાઓં પણ આમાંથી પ્રેરણા લઈ જરૂરી સુવિધાઓ પુરી પાડવા અનુરોધ કરેલ છે.

(10:17 am IST)