Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

જૂનાગઢમાં ખોટી માહિતી ફેલાવવા બદલ પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે ગુનો

અફવાના કારણે કોર્પોરેટરોના ઘર સામે લાઈનો લાગી

જૂનાગઢમાં ખોટી માહિતી ફેલાવતા પૂર્વ મેયરના પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધાયો છે. ધર્મેશ લાખાભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે. કોર્પોરેટરના ઘરે અનાજ મળતું હોવાની ખોટી માહિતી ફેલાવવાનો ગુનો નોંધાયો છે. અફવાના કારણે કોર્પોરેટરોના ઘર સામે લાઈનો લાગી હતી. પોલીસ ઝડપી લે તે પહેલા જ આરોપી ફરાર થઈ ગયા.

(12:42 am IST)