Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2024

મોરબીના ભાજપ અગ્રણીએ ૧૨૫ સભ્યોને તીર્થધામની યાત્રા કરાવી પિતાની પુણ્યતિથીની ઉજવણી કરી.

( પ્રવીણ વ્યાસ દ્વારા )  મોરબી જીલ્લા ભાજપ પુર્વ ઉપપ્રમુખ અને બ્રહ્મસમાજ અગ્રણી હસુભાઈ પંડ્યા દ્રારા તેમના પિતાજી પુજ્ય વજુબાપાની 24 મિ પુણ્યતિથી નિમત્તે  હસુભાઈ પંડ્યા ( પૂર્વ ઉપપ્રમુખ મોરબી જિલ્લા ભાજપ તેમજ પૂર્વ પ્રમુખ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મોરબી જિલ્લો ) દ્વારા સોમનાથ મહાદેવજીની મહાપુજા, સોમનાથ મંદિરે ધ્વજારોહણ,

રામમંદિર(સોમનાથ)માં મંત્ર-લેખન તેમજ સમગ્ર પરિવારના લગભગ ૧૨૫ જેટલા સભ્યો સાથે તીર્થધામની ૨ દિવસની કુટુંબયાત્રા કરાવી પુજ્ય વજુબાપાની પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી કરી હતી
સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ  બ્રહ્મસમાજના આગેવાન અને ૬૫-મોરબી માળીયા વિધાનસભા ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી

   
(12:29 am IST)