Gujarati News

Gujarati News

News of Friday, 1st March 2024

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના 5 વર્ષ પુરા થતાં પૂર્ણ પગારી હુકમ અપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા ફેબ્રુઆરી 2024 માં વિદ્યાસહાયક તરીકે જોડાયેલા 29 જેટલા શિક્ષકોને નોકરીમાં પાંચ વર્ષ પૂર્ણ થતાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા તરત જ પૂર્ણ પગારના હુકમો આપવામાં આવેલ છે.

   આ કાર્યમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિશાંત કુગાસીયાના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એ. મહેતા તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચર તેમજ શિક્ષણ શાખાના સમગ્ર સ્ટાફની ત્વરિત કામગીરીથી તારીખ 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થતાં તારીખ: 01 માર્ચ 2024ના દિવસે પ્રતીક સ્વરૂપ પાંચ શિક્ષકોને રૂબરૂ બોલાવી પૂર્ણ પગારી હુકમ રૂબરુ આપવામાં આવ્યા હતા.

(12:25 am IST)