Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

મોટો અપસેટઃ જામરાવલ નગરપાલિકામાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને સૌથી વધુ ૧૨ બેઠકોઃ ભાજપ-૮, કોંગ્રેસ-૪ ઉપર વિજેતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રાવલ નગરપાલિકાની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે.

અહીં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી (વીપીપી)ને સૌથી વધુ બેઠકો એટલે કે ૧૨ બેઠકો મળી છે. જ્યારે ભાજપને ૮ બેઠક અને કોંગ્રેસને ૪ બેઠકો મળી છે.

વોેર્ડ નં. ૧ થી ૬ની ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી ન મળતા હવે વીપીપી કોના ટેકાથી શાસન સંભાળે છે તે જોવાનુ રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકામાં શાસન માટે ઓછામાં ઓછી ૧૩ બેઠકોની જરૃર હોય છે. જેમાં વીપીપીને ૧ બેઠક ઘટે છે.

(4:16 pm IST)
  • વિજયભાઈ અને સી.આર. પાટીલ સાથે જ કમલમ્ પહોંચ્યા : ભવ્ય વિજયોત્સવ : 'રૂપાણી - પાટીલ જોડી નંબર વન'ના સહારે ગુજરાતનો અજોડ વિકાસના નારા લાગ્યા access_time 1:50 pm IST

  • હાલોલ તાલુકામાં કોંગ્રેસનું ખુલ્યું ખાતું : શિવરાજપુર તા.પંચાયત બેઠક કોંગ્રેસના ફાળે access_time 12:27 pm IST

  • ક્ચ્છની ગાંધીધામ તા.પં. ફાઇનલ પરિણામો જાહેર :16 પૈકી 12 બેઠકો પર ભાજપની જીત :કોંગ્રેસને 3 અને આપને 1 બેઠક મળી :. જિ.પં.ની બે બેઠક પણ ભાજપને ફાળે access_time 12:17 pm IST