Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જામનગરમાં મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂકી વિજય બનાવવા બદલ સાંસદ પૂનમબેન માડમે આભાર વ્યક્ત કર્યો

જામનગર: સ્થાનિક સ્વરાજ્યની બીજા તબક્કાની ચૂંટણીના પરિણામો માટે આજે સવારથી જ મતગણતરી શરુ થઇ ગઈ હતી ત્યારે, જામનગરમાં મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂકી વિજય બનાવવા બદલ સાંસદ પૂનમબેન માડમે આભાર વ્યક્ત કર્યો હતો.

સાંસદ પૂનમ માડમે બન્ને જીલ્લાના મતદારોનો આભાર માન્યો છે, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા પણ મતદારોએ ભાજપ પર વિશ્વાસ મુકવા બદલ  આભાર માન્યો હતો.

(4:09 pm IST)
  • વિશ્વમાં ૨૪.૪ કરોડ લોકોને વેકસીન અપાઈ ચૂકી છે : વિશ્વમાં ૨૪.૪ કરોડ (૨૪૪.૩ મીલીયન) લોકોને કોરોના વેકસીન મુકાઈ ગયાનું ઓકસફર્ડ યુનિ.ની 'અવર વર્લ્ડ ઈન ડાટા' વેબસાઈટ ઉપર જણાવાયુ છે. સોમવાર સુધીમાં ભારતમાં ૧.૪૭ કરોડથી વધુ લોકોને વેકસીન અપાઈ ગઈ છે. access_time 3:52 pm IST

  • ભુજ ન.પા.માં વોર્ડ 2 માં ભાજપે માંગ્યું રી કાઉન્ટીગ: મતમાં ફેરફાર આવ્યા: ભાજપના એક ઉમેદવારની 57 મતે જીત થઇ:.કોંગ્રેસના 3 ઉમેદવાર વિજેતા access_time 12:29 pm IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની કસ્તુરબાધામ બેઠક ઉપર ભાજપના ભુપતભાઈ બોદર જંગી બહુમતીથી જીતી ગયા છે access_time 11:39 am IST