Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ધ્રોલ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય વાવટો : જિ.પં.ની બંને બેઠક ભાજપને

ધ્રોલ તાલુકા પંચાયતની ૧૬માંથી ૧૩ બેઠક ભાજપને અને માત્ર ૩ કોંગ્રેસને મળી છે. જયારે ધ્રોલ પંથકની જીલ્લા પંચાયતની બંને બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. જીલ્લા પંચાયતની બંને બેઠક ઉપર ભાજપના લખધીરસિંહ જાડેજા (ખારવા), પ્રવિણાબેન ચભાડીયા (લતીપર) ચુંટાયા છે.

ધ્રોલ તા.પં.માં મીનાબેન રત્નાણી (ભેંસદડ), બાલુબેન ભુડીયા (દેડકદડ), ભાવનાબેન શિયાર (હમાપર), મહેન્દ્રસિંહ જાડેજા (જાલીયા), મનસુખભાઈ ભંડેરી (જાયવા), કવિતાબેન ચાવડા (ખારવા), જયંતિભાઈ કગથરા (ખૈગારકા), ગીતાબેન જાડેજા (લૈયારા), હંસાબેન ચભાડીયા (લતીપર), હર્ષાબેન કાસુન્દ્રા (નથુવડલા), રાજેશ્રીબા જાડેજા (ઠાઠટોડા), પ્રતિપાલસિંહ ઝાલા (મોટા વાગુદડ) તથા કોંગ્રેસના રમેશભાઈ ભીમાણી (વાંકીયા), પોલુભા જાડેજા (ખાખરા) અને બધીબેન રાઠોડ (લતીપર) ચૂંટાયા છે. આમ ધ્રોલ તા. પં.માં ભગવો લહેરાયો છે. (સંજય ડાંગર દ્વારા)

(4:09 pm IST)