Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જસદણ તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનું શાસન : કોંગ્રેસને ૧૪ બેઠક, ભાજપને ૬ બેઠક, તેમજ અપક્ષને ૨ બેઠક મળી

( ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨ : જસદણ તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકો માટેની મતગણતરી આજે મોડેલ સ્કૂલ ખાતે યોજાતા કોંગ્રેસને ૧૪ બેઠક ભાજપને ૬ બેઠક તેમજ અપક્ષને બે બેઠક મળતા જસદણ તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસનું શાસન યથાવત રહ્યું છે.

વિરનગર બેઠક ઉપર ભાજપના શાંતુભાઇ ભાઈ ધાધલ, આટકોટ બેઠક ઉપર કોંગ્રેસના રીંકલબેન નિલેશ ભાઈ સોલંકી, આટકોટ એક બેઠક ઉપર ભાજપના ભાવનાબેન પ્રકાશભાઈ પરવાડીયા, પાંચવડા બેઠક ઉપર કોંગ્રેસના ગંગાબેન રવજીભાઈ મકવાણા, બળધોઈ બેઠક ઉપર કોંગ્રેસના શીવાભાઈ ડુંગરભાઇ સુવાણ, ભાડલા બેઠક ઉપર કોંગ્રેસના પ્રદીપભાઈ જયંતીલાલ કાકડીયા, ભંડારિયા બેઠક ઉપર કોંગ્રેસના સંજયભાઈ બાબુભાઈ એંધાણી, બોદ્યરાવદર બેઠક ઉપર ભાજપના ગોકળભાઇ વેલજી ભાઈ સોલંકી, કનેસરા બેઠક ઉપર કોંગ્રેસના વનીબેન વિઠ્ઠલભાઇ માલકિયા, દહીસરા બેઠક ઉપર કોંગ્રેસના રામજીભાઈ જેરામભાઈ ધોળકિયા, કડુકા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર સવિતાબેન રાજેશ ભાઈ મકવાણા, કમળાપુર બેઠક ઉપર કોંગ્રેસના લાભુબેન છગનભાઈ બોઘરા, કોઠી બેઠક ઉપર કોંગ્રેસના પ્રભાબેન જેન્તીભાઈ પલાળીયા, લીલાપુર બેઠક ઉપર કોંગ્રેસના હેમીબેન દેવશીભાઈ રામાણી, ડોડીયાળા બેઠક ઉપર ભાજપના વિપુલ ભાઈ રવજી ભાઈ ત્રાપસીયા, જંગવડ બેઠક ઉપર ભાજપના ઉષાબેન ચતુરભાઈ દેસાઈ, કાનપર બેઠક ઉપર ભાજપના સોનલબેન લલીતભાઈ મારકણા, સાણથલી બેઠક ઉપર કોંગ્રેસના હિતેશભાઈ હરિભાઈ વોરા, આંબરડી બેઠક પર કોંગ્રેસના સોનલબેન જયંતીભાઈ મેટાળીયા, ગોખલાણા બેઠક ઉપર કોંગ્રેસના નરેશભાઈ રણછોડભાઈ બેરાણી, કાળાસર બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર મનિષાબેન હરજીભાઈ દુમાદિયા, તેમજ શિવરાજપુર બેઠક ઉપર કોંગ્રેસના લાલજીભાઈ અરજણભાઈ મકવાણાનો વિજય થયો હતો.

જસદણ તાલુકામાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પૈકી બે બેઠક ભાજપને તેમજ ત્રણ બેઠકો કોંગ્રેસને

( ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨ : રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિર્મળાબેન ધનજીભાઈ ભુવાનો વિજય થયો હતો.

જયારે આટકોટ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દક્ષાબેન પરેશભાઈ રાદડીયાનો વિજય થયો છે ભાડલા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર મનસુખભાઈ નારણભાઈ સાકરીયાનો વિજય થયો છે કમળાપુર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ખોડાભાઈ આંબાભાઈ દુધરેજીયાનો વિજય થયો છે જયારે શિવરાજપુર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રણજીતભાઈ જગદીશભાઈ મેણીયાનો વિજય થયો છે.

(4:02 pm IST)