Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જામનગરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોખંડી ત્રિસ્તરીય સુરક્ષા સાથે મતગણતરી શરૂ : મતગણતરી દરમ્યાન ભાજપ-કોંગ્રેસ સહિતની રાજકીય પક્ષોના ઉમેદવારોના સમર્થકો પરિણામ જાણવા કાઉન્ટીંગ સેન્ટરની બહાર ઉમટયા

(મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર : જામનગરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ આજે સવારથી ઓશવાળ સેન્ટર ખાતે જિલ્લા અને તાલુકા પંચાયતની ૮ બેઠકોની મતગણતરી શરૂ થઈ હતી. સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોખંડી ત્રિસ્તરીય સુરક્ષા સાથે મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરી દરમ્યાન ભાજપ-કોંગ્રેસ સહિતની રાજકીય પક્ષોના ઉમેદવારોના સમર્થકો પણ પરિણામ જાણવા કાઉન્ટીગ સેન્ટરની બહાર જોવા મળ્યા હતા. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:21 pm IST)
  • મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો, મહારાષ્ટ્રમાં ૬૩૯૭ અને કેરળમાં ૧૯૩૮ મળી ૮,૦૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા: નાગપુર, પુણે અને મુંબઈમાં ૮૦૦ થી ૯૦૦ કેસ નોંધાયા: ગુજરાતમાં ૪૨૭ કોરોના કેસ નોંધાયા access_time 11:44 am IST

  • કોંગ્રેસના મહિલા મંત્રી હાર્યા : ગણદેવીમાં ભાજપનો જયજયકાર : સી.આર.પાટીલના ગૃહ જિલ્લા નવસારીની ગણદેવી નગરપાલિકાની તમામ ૨૪ બેઠકો ભાજપ જીતી ગયું છેઃ પ્રદેશ મહિલા કોંગ્રેસની પૂર્વ મહિલા કોંગ્રેસ મંત્રી જયોતિબેન દેસાઈ હારી ગયા છે access_time 3:54 pm IST

  • કચ્છમાં ભીમાસર બેઠક પર મતગણતરી દરમિયાન હોબાળો: 4 EVM બદલી નાખ્યાનો આરોપ : કચ્છની ભીમાસર બેઠક ઉપર કોંગ્રેસ નેતાઑ દ્વારા હોબાળો થયો :આરોપ છે કે 4 EVM બદલી દેવામાં આવ્યા : તેને લઈને ફરિયાદ પણ કરાઈ access_time 12:06 pm IST