Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સાવરકુંડલાઃ પેટ્રોલ - ડિઝલ - રાંધણ ગેસ સહિતના તોતિંગ ભાવ વધારા સામે વિધાનસભા દ્વારે વિરોધ પ્રદર્શન

ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલા દ્વારા બેનર દર્શાવી વિરોધ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨: ગુજરાત વિધાનસભાનું  સત્ર શરૂ થયું હતું. કારમી મોંઘવારીથી ત્રસ્ત આમ જનતા અને ગૃહિણીઓની પુકારને વાચા આપવૉં સત્રના પ્રથમ દિવસે સવારે ૧૧ કલાકે વિધાનસભા ગૃહના પ્રવેશ દ્વારે ધારાસભ્યશ્રી ગ્વાસુદીન શોખ અને ઈમસન ખેડાવાલા દ્વારા હાથમાં બેનરો તેમજ એપરેલ પેહરી વિરોધ કરવામાં આવ્યો હતો.

અસહ્ય મોંઘવારી તેમજ પેટ્રોલ, ડીઝલ, એલપીજી ગેસ અને ખાદ્ય તેલમાં સતત થઈ રહેલા ભાવ વધારાને અંકુશમાં લેવા સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તેવા સમયે પ્રજાના પ્રશ્નોને બહેરી સરકાર સમક્ષ મુકવા ખુબજ જરૂરી છે. અમદાવાદ શહેરમાં રવિવારે પેટ્રોલ પ્રતિ લીટરઃ રૂ.૮૮.૩૧ અને ડીઝલ પ્રતિ લીટર રૂ.૮૭.૭૮ મુજબ ભાવ રહ્યા હતા.

ભારતમાં છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં એટલે કે, ર૮ દિવસમાં ૧૬ વાર પટોલ અને ડીઝલના ભાવમાં વધારો થયાં છે. છલ્લા ૨૮ દિવસમાં પેટ્રોલની કિંમતમાં રૂ. ૪.૯૯નો વધારો થયો છે. ૨૦૨૧ના છેલ્લા બે મહિનામાં જોઈએ તો, પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ.૭.૧૨ અને ડીઝલની કમત રૂ.૭.૪૫ વધી ઈ. કેન્દ્ર સરકાર પેટ્રોલ ઉપર ૫૩.૫પ૧ રૂપિયા અને ડીઝલ ઉપર ૪૩.૪૮ રૂપિયા એકસાઇઝ ડયુટી વસુલે છે જયારે રાજય સરકાર તેની ઉપર અલગથી વેટ વસુલે છે. ૧લી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ રૂ.૮૫.૧૯ હતો જ ૨૮ કંબ્રુઆરીમાં વધી રૂ.૮૮.૩૧ પ્રતિ લીટર થયો છે. ૧લી જાન્યુઆરી ૨૦૧૧ના રોજ ડિઝલનો પ્રતિ લીટર ભાવ રૂ.૮૦,ર૯ હતો જે તા. ર૮ ફેબ્રુઆરીના રોજ વધીને રૂ. ૮૭.૭૪ થઈ ગયો છે. ગુજસાત સરકાર અત્યારે પેટ્રોલ અને ડીઝલ ઉપર ૧૭ ટકા વેટ અને ૪ ટકા સેસ વસુલે છે. તા.૧૪ ફેબ્રુઆરીએ LPG રાંધણ ગેસમાં રૂ.૫૦નો વધારો થયો હતો અને એક ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.૭૬૯ થઇ ગયો છે. તા.૨૫ ફેબ્રુઆરીએ LPG રાંધણ ગેસમાં રૂ.૨૫નો વધારો થયો હતો અને એક ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.૭૯૪ થઇ ગયો છે.

(1:19 pm IST)