Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

સ્થાનકવાસી જૈન સંઘ, જુનાગઢમાં રાષ્ટ્ર સંત પૂ. નમ્રમુનિ મહારાજ સહિત ૪૦ સંત-સતીઓના પાવન પગલા

જુનાગઢ તા.ર : જુનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના કારોબારી સભ્ય રમેશભાઇ શેઠની યાદી જણાવે છે કે, ગરવા ગિરનારની ગોદમાં ચાતુરમાસ પુર્ણ કરીને તેમજ કોરોના મહામારીને કારણે શેષકાળનો કેટલાક સમય વિતાવ્યા બાદ અને તે દરમિયાન નવ નવ મુમુક્ષોને દિક્ષા પ્રદાન કર્યા બાદ રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજ તથા ૪૦ જેટાલ સંત-સ્તીઓ સાથે નવદિક્ષીતોએ પ્રથમ વિહાર કરીને સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પાવન પગલા કરતા સ્થાનકવાસી જૈન સંઘ સમુહે હર્ષની લાગણી અનુભવેલ હતી.

ધર્મસ્વજન વિશે ઘણુ સરસ સમજાવેલ હતુ. વ્યાખ્યાન આપેલ હતુ. તેમજ પુ. મહારાજશ્રી ર૦ર૧નું ચાતુરમાસ ડો. ડોલરબાઇ મહાસતી તથા અન્ય સતીજીઓનું જાહેર કરતા, જય બોલાવવામાં આવેલ હતી.

વિશેષમાં ગુરૂદેવે જણાવેલ કે મારે પોતાને જુનાગઢ મુકામે આયંબિલની ઓળી કરવાની ભાવના છે. પરંતુ મુંબઇના દિક્ષાના કાર્યક્રમ આધારીત હોય, તેમાં જો ફેરફાર નહી થાય તો જુનાગઢ આયંબિલની ઓળી કરવાનો ભાવ વ્યકત કરેલ હતો.

શ્રી સ્થાનકવાસી જૈન સંઘ  જુનાગઢના આંગણે પ.પૂ. ગુરૂદેવ આદી ૪૦ ઠાણા પધારતા વહેલી સવારે જુનાગઢ સંઘની જગ્યામાં માનવ મહેરામણ ઉભરાયેલ હતો. અંતમાં પ્રમુખશ્રી લલીતભાઇ દોશીએ ગુરૂદેવ પાસે એક દિક્ષા જુનાગઢ સંઘમાં થાય તેવી લાગણી વ્યકત કરતા ગુરૂદેવ ડન કહેતા માનવ મહેરામણમાં લોક લાગણી ગુંજી ઉઠી હતી. સાથે સાથે પૂ. સરલાબાઇ મહાસતીજી તથા શ્રી સુરેશભાઇ કામદારે પ્રાણ રતી ગુરૂના જુનાગઢ ધર્મક્ષેત્રની કાયમી ધોરણે સાર સ઼ભાળ લેવા અને એક પણ ચાતુરમાસ ખાલી ન જાય તે માટે ગુરૂદેવને કાયમી પ્રબંધ કરવા ભલામણ કરેલહ તી. જયારે પ્રો. દામાણી અને ડો. એડવોકેટ કે.બી. સંઘવી ગુરૂદેવની શકિતનો પરિચય આપેલ હતો અને જુનાગઢને કાયમી ધોરણે ગિરનારની ગોદમાં પારસધામ આપવા માટે આભારની લાગણી વ્યકત કરેલ હતી. પ્રમુખ લલીતભાઇ દોશી, સહમંત્રી અશોકભાઇ ટોલિયા, તેમજ તથા કારોબારી સભ્યો, પ્રો. દામાણી, રમેશભાઇ શેઠ તથા અન્ય હોદેદારો તથા સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.

(1:16 pm IST)