Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જૂનાગઢ : જેસીઆઇના નવા પ્રમુખ તથા ટીમની શપથ વિધિ

જૂનાગઢ : સામાજિક કાર્ય કરતી જેસીઆઇ જૂનાગઢ ૨૦૨૧ના નવા પ્રમુખ અને તેની ટીમનો શપથવિધિ સમારોહ શહેરમાં યોજાયો હતો અને કોરોના વોરીયર્સનુ સન્માન કરેલ હતુ. ઉદઘાટન મેયર ધિરૂભાઇ ગોહેલના હસ્તે કરાયુ હતુ. જેસીઆઇ જૂનાગઢના નવા પ્રમુખ તરીકે જેસી વિજયદિપ તથા સેક્રેટરી તરીકે જેસી ચેતન સાવલીયા, ડાય. જેસી કિશોરભાઇ ચોટલીયા, પ્રોજેકટ ડાય. જેસી કમલભાઇ સેજપાલ સાથે તેની સમગ્ર ટીમ તથા સાથે નવા મેમ્બર જેજે વિંગના ચેરમેન જેજે દિપેશ સોનીએ શપથ લીધા હતા. શપથવિધિ સમારંભની તસ્વીરો.

(1:16 pm IST)