Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

જુનાગઢમાં તિક્ષણ હથિયાર વડે યુવાનની હત્યાની કોશિષ

યુવકના પિતાની બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

જુનાગઢ તા.ર : જુનાગઢમાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી બે શખ્સોએ એક યુવાનની હત્યાની કોશિષ કરતા સનસનાટીમ ચી ગઇ હતી.

આ બનાવની વિગત એવી છેક ે જુનાગઢમાં સરદાર બાગ પાસે આવેલ ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતો ફેજલ ફારૂકભાઇ ઘોઘારી (ઉ.વ.ર૬) નામનો યુવાન ઝાંઝરડા રોડ, બાબા કોમ્પ્લેકસ પાસે શેરડીનાં રસની લારી ધરાવે છે.

સાંજે ફેજલ તેની લારી પર હતો. ત્યારે શબ્બીર ઉર્ફે ગભરૂ સુલેમાન હાલા અને શાહનવાઝ ઉર્ફે લાવારીસ હનીફભાઇ બેલીમે ધસી આવી અગાઉ થયેલા મનદુઃખ અંગે ફેજલ સાથે બોલાચાલી કરી હતી.

બાદમાં બંને શખ્સોએ ઉશ્કેરાઇ જઇને સરા જાહેર ફેજલ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા છાતી પેટ, માથા તથા બંને પગ ઉપર ગંભીર ઇજા પહોંચાડીબ ંને ઇસમો નાસી ગયા હતા.

યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. બી ડીવીઝન પોલીસે યુવકના પિતા ફારૂકભાઇ હસનભાઇ ફરિયાદ લઇ હુમલાખોરો સામે ખુનની કોશિષનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:13 pm IST)